________________
૧૭૮
શોધ-ખોળની પગદંડી પર તો એ સામ્રા એટલે કે રાતી ગાયનો વાચક હતો.
પ્રેમાનંદના દશમસ્કંધમાં “હરણી, કોળી, ખાંડી, મીંડી, કાબરી, કાળી, કલોડી' એવી ગાયોનો નિર્દેશ છે (૫૯, ૧૦). આમાં વોકી એ કપિલા છે. વળી મૂંઝુડો એટલે “મોઢે કાળો અને શરીરે ધોળો – કાબરચીતરો વાછરડો એ શબ્દ પણ એ જ નાતનો છે.
શબ્દ તે તે સમયના ભાષાવ્યવહારનો અંગભૂત હોય છે, અને ભાષાવ્યવહાર તે તે સમયની રહેણી-કરણી અને પરંપરા સાથે સંડોવાયેલો હોય છે, એટલે શબ્દના મૂળનો બરાબર વિચાર કરવો હોય તો એ બધી બાબતોને ગણતરીમાં લેવી જ પડે.
૧. આમાંનો ચેલ્લમહાદેવી વાળો પ્રસંગ પણ પછીનાં વિવિધ વિક્રમકથાનકોમાં વિવિધ રૂપાંતરે
આજ સુધી જળવાયો છે. ભોજે સ્ત્રીચરિત્રને લગતાં અનેક કથાપ્રસંગો દેખીતા જ કોઈ પૂર્વપ્રચલિત વિક્રમકથાચક્રમાંથી લીધા છે. “કથાસારિતસાગરમાં મળતી વિક્રમકથાઓ ઉપરાંત
બીજી અનેક કથાઓ લોકપ્રચલિત હોવાનું આ પરથી પ્રતીત થાય છે. ૨. આ કથાનું એક રૂપાંતર ગુજરાતની લોકકથાઓમાં પણ મળે છે. જુઓ જયંતીલાલ દવે
સંપાદિત ઉત્તર ગુજરાતની લોકવાર્તાઓમાં ‘વીર વિક્રમ અને બાવો બાળનાથ' એ કથા.