________________
૧૭૬
શોધ-ખોળની પગદંડી પર
સરસ્વતીકંઠાભરણ'માં ટીકાકારે ઉપર્યુક્ત ત્રીજી ગાથાના વર્તમ-પ્રદીતદ્દનો અર્થ પતિનામ-કનપૂર્વ-પનારીતા-પ્રહ-તુષ્ટથા એ પ્રમાણે કર્યો છે. આમાંથી એટલું સમજાય છે કે પ્રહાર પલાશની ડાળી વડે કરાતો, અને પ્રકારની સાથે સ્ત્રીને તેના પતિનું નામ બોલવાનું કહેવાતું. બાકીની બે ગાથાઓમાં પણ “નવલતા'નો આવો જ અર્થ કરવાનો છે.
આ બાબત ઉપર હેમચંદ્રાચાર્યની “દેશીનામમાલા' દ્વારા પ્રકાશ પડે છે. દેશીનામમાલા” ૪,૨૧માં નવલતા એક ખાસ નિયમ (એટલે “પ્રથા') હોવાનું જણાવ્યું છે, જેમાં યુવતીને લોકો તેના પતિનું નામ બોલવા કહે છે, અને જ્યાં સુધી એ પતિનું નામ ઉચ્ચારતી નથી ત્યાં સુધી તેને પલાશની ડાળીથી મારે છે. સમર્થનમો: તે માટે ઉદ્ધત કરેલ ગાથાનો અર્થ છે : દોલાક્રીડા કરતી વેળા એ સખીઓ તેને તેના પતિનું નામ પૂછતી હતી અને તે કહેતી ન હોવાથી તેને સોટી મારતી હતી–નવવધૂ એ નવલતા વ્રતને સંભારે છે. દેશનામમાલામાં કેટલાંક વ્રતો અને લૌકિક પ્રથાઓ કે રૂઢિઓ માટેના જે શબ્દો નોંધાયા છે, તેમાંનો આ શબ્દ છે. હેમચંદ્રાચાર્ય કૃત “ત્રિષષ્ટિશલાકાપુરષચરિતમાં એક સ્થળે વસંતવર્ણનમાં દોલા
આંદોલન-ક્રીડાનું વર્ણન કરતાં કહ્યું છે : દોલારૂઢા નવોદૂઢા પૃચ્છતી ધવાભિધાં, કાપ્યાલીનાં લતાઘાતાનું સેહે મુદ્રિતાનના'.
કોઈક નવપરિણીતા ઝૂલે ઝૂલતી હતી ત્યારે, તેની સખીઓએ તેને પતિનું નામ પૂછ્યું (નામોચ્ચાર કરવા કહ્યું), પણ લજ્જાવશ તે મૂંગી રહી તેથી તેને સખીઓના લતાપ્રહાર સહેવા પડતા હતા.” આમાં સ્પષ્ટ રીતે નવલતા-ઉત્સવનો જ નિર્દેશ છે. (અશોકકુમાર મજુમદારે તેમના “ચૌલુક્યઝ ઑવ ગુજરાતમાં નવલતાના આ બંને સંદર્ભ આપ્યા છે. પૃ. ૩૬૨)
કાંઈક આને મળતી પ્રથા રાજસ્થાનના ગણગૌરના ઉત્સવમાં અત્યારે પણ જોવા મળે છે. “ગૌરી કી પ્રતિમા વિસર્જિત કરતે સમય ઔરતેં દાંપત્યસુખ કા વરદાન માંગતી હૈ ! સાથ હી વિનોદમય ઢંગસે અપને પતિ કે નામ કા ઉચ્ચારણ કરતી હૈ. વૈસે હમારે યહાં પતી કે લિયે પતિ કા નામ લેના વર્જિત હૈ પરંતુ ઐસી માન્યતા હૈ કિ ગૌરી કે સન્મુખ ઉસકા નામ લેને સે ઉસ અખંડ સૌભાગ્ય ઔર સુખ કી પ્રાપ્તિ હોતી હૈ. અતઃ ઇસ પવિત્ર ભાવના કે ફલસ્વરૂપ વે અપને પતિ કા નામ લેતી હૈ.” (“રાજસ્થાન કી ગણગૌરી', મહેંદ્ર ભાનાવત, ૧૯૭૭, પૃ. ૪૬).
એ નોંધપાત્ર છે કે ગણગૌરનું વ્રત હોળી પછીની ત્રીજથી શરૂ થાય છે, અને