________________
૧૭૪
શોધ-ખોળની પગદંડી પર (૪) લોકકથા-દંતકથામાં જોડિયાં વ્યક્તિનામો
ભાષાવ્યવહારમાં શબ્દજોડીઓ પ્રત્યેક ભાષામાં પુષ્કળ પ્રમાણમાં સામાન્યતઃ મળે છે. સમાન અર્થસંબંધ, સ્મૃતિસહાયકતા વગેરે તેમાં કારણ છે : શ્રમણબ્રાહ્મણ, નેતીથોતી, કારનાર, નાતજાત, લાગભાગ, જતિ સતી, સાઠગાંઠ, છોટુંમોટું, જાડો પાડો, તોડફોડ, સૂઝબૂઝ, નાટકચેટક વગેરે વગેરે જેવાં હજારો ઉદાહરણો જાણીતાં છે. સાહિત્યમાં પણ આ વલણ સર્વવ્યાપક છે, પછી તે આપણી પ્રશિષ્ટ ભાષાઓનું સાહિત્ય હોય કે લોકસાહિત્ય હોય. અહીં તો વિશેષનામોની–વ્યક્તિનામોની થોડીક વાત કરવી છે અને તે પણ દંતકથા અને લોકકથાના સંદર્ભે અને અછડતી. આવી જોડીઓમાં પણ સ્વભાવ, સંબંધ વગેરેની સમાનતા, શૈલીગુણ, સ્મૃતિસહાયકતા વગેરે પ્રેરક બળ હોય છે. પરંપરાનો સહેજ સ્પર્શ કરતાં તરત યાદ આવ્યા તે બે ચાર દાખલા ટપકાવું છું.
હાહા-હૂહૂ (ગંધર્વો), જય-વિજય (વિષ્ણુના પાર્ષદ),
સુંદ-ઉપસુંદ (અસુરો), રામ-શ્યામ (બલદેવ ને કૃષ્ણ). સંસ્કૃતપ્રાકૃત કથા સાહિત્યમાંથી :
સહદેવ-મૂલદેવ (ઠગો), પ્રાણધર-દેવધર (રથકાર),
સુવર્ણપુર-રીખુર (ચોર), મનોવેગ-પવનવેગ (વિદ્યાધર). ઇતિહાસ-દંતકથામાંથી :
વસ્તુપાલ-તેજપાલ (મંત્રીઓ), તાના-રીરી (ગુજરાતની સંગીતજ્ઞ નાગરાણીઓ),
દેસલ-વીસલ (રાખેંગારના ભાણેજ). વિશેષે મધ્યકાલીન જૈન પ્રબંધોમાંથી
ખીમધર-દેવધર (પુરોહિત પુત્રો), ગયણા-મયણા (જાદુગર), સિદ્ધિ-બુદ્ધિ (યોગિની), હાડિ-કુહાડ (કોળણ), આલૂયા-કોલ્યા (ઘોડેસવારી, કડુયા-બડયા (રાક્ષસો). મધ્યકાલીન કથામાંથી :
ખાપરા-કોડિયો (ચોર), લલો-પતો (કંદોઈ). લોકકથામાંથી :
જેસલ-તોરલ (ભક્ત), ખાંડિયા-બાંડિયા (નાગબચ્ચાં),