________________
૧૧૦
શોધ-ખોળની પગદંડી પર (૭) પીપળપાન પડતાં
પીપળપાન પડતાં, હસતી કૂંપળિયાં
અમ વતી તમ વિતશે, ધીરો બાપલિયાં. આમાં “ખરતાં “, “ધીરી બાપુડિયાં' વગેરે પાઠો પણ સાંભળ્યા છે.
જૈન આગમગ્રંથ “દશવૈકાલિક' (કે “દશકાલિક’) ઉપરની અગરત્યસિંહની ચૂર્ણિ (ઈસવી છઠ્ઠી શતાબ્દી)માં “દષ્ટાંત' કે “નિદર્શન'ના બે પ્રકાર ગણાવાયા છે :
ચરિત' એટલે કે કોઈએ અનુભવેલા પ્રસંગ કે ઘટનાનું દૃષ્ટાંત, અને “કલ્પિત” એટલે વક્તવ્યની પુષ્ટિ માટે મનથી કલ્પીને દષ્ટાંત આપવું. આમાં કલ્પિતના ઉદાહરણ તરીકે નીચેની પ્રાકૃત ગાથા આપી છે (પૃ.૨૧) :
જહ તુમ્ભ તહ અખ્ત, તળે વિય હોમિહા જહા અડે અખાએઈ પડંત, પંડયપત્ત કિસલયાણું ||
જેવા તમે છો, તેવા જ અમે હતાં. અમે જેવા છીએ, તેવાં જ તમે પણ થઈ જશો'- પડતું પીળું પાકું પાન કૂંપળીયાંને આ પ્રમાણે બોધપાઠ આપતું જાય છે.
આ ગાથા અન્યત્ર પણ (જેમકે “ઉત્તરાધ્યયનનિર્યુક્તિ માં) મળે છે તે જોતા તે જૂની પરંપરાગત ગાથા છે. આમ આ કહેવત - દષ્ટાંત પંદર સો વરસથી તો પ્રચલિત છે જ.
સંસ્કૃતના વિશાળ સુભાષિતભંડારમાંથી પણ આના એક બે રૂપાંતર અવશ્ય મળશે. (૮) અનન્ય રાધા-અનુરાગના સંકેત
કૃષ્ણચરિતની સાહિત્યિક પરંપરામાં કૃષ્ણના અન્ય ગોપીઓ કરતાં રાધા પ્રત્યેના સર્વાધિક પક્ષપાતનું નિરૂપણ નવમી શતાબ્દીથી તો મળે જ છે. અપભ્રંશ સાહિત્યના મહાકવિ સ્વયંભૂએ પોતાના છંદોગ્રંથ “સ્વયંભૂછંદમાં પુરોગામી કવિ ગોવિંદના કોઈક કૃષ્ણવિષયક કાવ્યમાંથી જે થોડાંક પદ્ય ઉદ્ધત કર્યા છે. તેમાંનું નીચેનું પદ્ય (જ હેમચંદ્રના “સિદ્ધહેમ' વ્યાકરણના અપભ્રંશ વિભાગમાં પણ ઉદ્ધત થયેલું છે)
જુઓ :
એકમેકઉ જઇ વિ જોએદિ હરિ સુકું સવ્વાયરેણ, તો-વિ દૈહિ નહિ કહિ-વિ રાહિયા
કો સક્કઈ સંવરેવિ, દઢ નયણ નેહે પલુક્ય || આનો મુક્ત અનુવાદ :
સહુ ગોપી ભણી અહીંતહીં કરતી માધવદષ્ટિ મળતી