________________
શોધ-ખોળની પગદંડી પર
૧૩૭ ૯. સામાન્ય શબ્દોનું માર્મિક અર્થઘટન
રાજશેખરસૂરિકત “પ્રબંધકોશ'માં (રચના સમય ૧૩૪૯) વિક્રમાદિત્યપ્રબંધના છેવટેના ભાગમાં એક પ્રબધ એમ કહીને આપ્યો છે કે આ પ્રબંધ જૈનેતર પરંપરાનો છે અને મુગ્ધલોકોના મનોરંજન માટે જ આપ્યો છે. તેનો અનુવાદ નીચે પ્રમાણે છે : | વિક્રમાદિત્ય ઉજ્જયિનીમાં રાજ્ય કરતો હતો. ત્યારે એક વાર એક બ્રાહ્મણ ખેતરમાં હળ ચલાવતો હતો તેમાં ભોંયમાંથી એક દિવ્ય પ્રભાએ ઝળહળતું રત્ન મળ્યું. તેની કિંમત કઢાવવા તે ઝવેરીઓ પાસે ગયો. તેમણે કહ્યું, “આવું અમૂલ્ય રત્ન અમે પહેલાં કદી જોયું નથી. ખોટી કિંમત કરીએ તો અમે પાપમાં પડીએ. આની સાચી કિંમત કોઈ કરી શકે તેમ હોય તો એક રાજા વિક્રમાદિત્ય. નિષ્ણાત રત્નપારખુ તરીકે એની ખ્યાતિ છે.” બ્રાહ્મણ વિક્રમ પાસે પહોંચ્યો. વિક્રમે પૂછયું એટલે તેણે રત્ન ક્યાંથી મળ્યું તે જણાવ્યું. વિશ્વાસ રાખી રત બે દિવસ પૂરતું પોતાને સોંપવા વિક્રમે તેને સંમત કર્યો અને તેને રાજપ્રાસાદમાં જ રાખ્યો. બલિરાજા સર્વશ્રેષ્ઠ રત્નપારખુ હોવાથી વિક્રમ આગિયાને બોલાવીને તેના ઉપર સવાર થઈને પાતાળમાં બલિરાજાના ભવનદ્વારે આવી પહોંચ્યો.
- ત્યાં કૃષ્ણ દ્વારપાળ હતા. તેણે વિક્રમને પૂછ્યું, “શા કામે આવ્યા છો ?' વિક્રમે કહ્યું, “જઈને બલિને કહો કે મહત્ત્વને કામે રાજા તમને મળવા માગે છે.” કૃષ્ણ બલિને આ સંદેશો કહ્યો એટલે બલિએ કહ્યું, “આવનારને પૂછી જો કે તે યુધિષ્ઠિર છે ? કેમકે રાજા તો યુધિષ્ઠિર જ કહેવાય.” કૃષ્ણ જઈ વિક્રમને પૂછ્યું, એટલે વિક્રમે કહ્યું, જઈને કહો કે મંડલેશ્વર મળવા માગે છે. કૃષ્ણ બલિને આ સંદેશો કહ્યો એટલે બલિએ પુછાવ્યું, “શું રાવણ મળવા માગે છે ? મંડલેશ્વર તો રાવણ જ કહેવાય.” કૃષ્ણ આ પ્રમાણે જણાવ્યું એટલે વિક્રમે કહ્યું, “એમ કહોને કુમાર મળવા આવ્યો છે.” તેના ઉત્તરમાં બલિએ પુછાવ્યું, “શું કાર્તિકેય આવ્યો છે? લક્ષ્મણ છે? પાતાલવાસી નાગપુત્ર ધવલચંદ્ર છે?' એટલે વળી પાછું વિક્રમે કહેવરાવ્યું, “દાસ-સેવક આવ્યો છે?' બલિએ પાછું પુછાવ્યું, “શું હનુમાન આવ્યા છે? સેવક તો હનુમાન જ.' છેવટે વિક્રમે કહેવરાવ્યું,
કોટવાળ મળવા માગે છે બલિએ કૃષ્ણ દ્વારા પુછાવ્યું, “શું વિક્રમ મળવા આવ્યો છે? વિક્રમે હા કહી અને આદેશ મળતાં બલિરાજા પાસે પહોંચ્યો. બલિએ પૂછ્યું, “તું રત્નની કિંમત પૂછવા આવ્યો છેને ?' હા કહીને વિક્રમે રત્ન દેખાડ્યું. બલિએ કહ્યું, યુધિષ્ઠિર આવા આક્યાસી હજાર રત્નનું નિત્ય સુપાત્રોને દાન કરતાં. તેમાંનું એક ક્યાંક દડી ગયું અને છેવટે બ્રાહ્મણને ભોંયમાંથી મળ્યું, કેમ કે કાળબળે એ બધાં રત્ન ધરતીમાં દટાઈ ગયાં. તો વિક્રમ તારી તો શી ગણના?” વિક્રમે કહ્યું, “સાચું મહારાજ, પણ મારે જાણવું છે કે યુધિષ્ઠિરને એટલી બધી સંપત્તિ ક્યાંથી સાંપડી હતી?” બલિએ