________________
શોધ-ખોળની પગદંડી પર
૧૬૯
સર સૂકું આનંદ ભયો, સો કારણ કુણ જમાલ. ૫
‘સુંદરી તરસી થઈ. સરોવરની પાળે ગઈ, તેવું જ તે સરોવ૨ સુકાઈ ગયું ને તેથી સુંદરીને આનંદ થયો ! તો શા કારણે ?
‘કિં લાલ’ને બદલે મૂળમાં ‘કી પાલ’ હોય એમ માનીને અર્થ કર્યો છે.
ચીત ચુરાયા ચુવટે, કોઈ ન દેખું કોટવાલ,
નગરી સાદ પડાઇઆ, કામિની ચોર જમાલ. ૬
‘ચૌટા વચ્ચે ચિત્ત ચોરાઈ ગયું. ક્યાંય કોઈ કોટવાળ દેખાતો ન હતો. નગરીમાં મેં સાદ પડાવ્યો, તો એક કામિની ચોર નીકળી.’
અંખ કિલકિલા પલક ૫૨, નરકિંત ઝનકેં તાલ, નિરખિ ગિરિ છબિ મીનકું, નિકસતિ નાહિ જમાલ.૭ અલક ચલા ગઈ પલક એં, પલક રહેં તિહિં કાલ, પ્રેમ કક્કસ નયન મૈં, સું નિંદ ન પરત જમાલ. ૮ નેત્રને લગતા આ બે દુહાનો અર્થ બેસતો નથી. બહુરિ ન જાઉં સ્નાન કું, ભૂલિ સખી ઇહું તાલ, ચકઆ ચકઈ અલિય કું, સુ હોત વિયોગ જમાલ. ૯
‘ફરીવાર હું ભૂલથી પણ એ તળાવે સ્નાન કરવા નહીં જાઉં. તેથી ચકવાચકવીને નકામો વિયોગ થાય છે.’
નાયિકા ચંદ્રવદની અને કેશપાશ શ્યામ હોવાથી ચકવાચકવીને રાત્રી હોવાનો ભ્રમ થાય છે.
એક-રંગ પ્રીતિ મજીઠ-રંગ, સાધુ વચન-પ્રતિપાલ,
પાહન-રેખ કરમ-ગતિ, સદા ઠાત જમાલ. ૧૦
‘મજીઠરંગી પ્રીતિ, સાધુનું વચનપાલન, પથ્થર પરની રેખા અને કર્મની ગતિ એકરંગી હોય છે. તેમનું સ્વરૂપ કદી બદલાતું નથી. તે સર્વદા સ્થિર હોય છે.’ દો-રંગ પ્રીતિ કુસુંભ-રંગ, નદી-તીર દ્રુમ-ડાલ,
રેત-ભીંતિ ભૂસ-લીપનું, કિં દૃઢ હોત જમાલ. ૧૧
‘કસુંબારંગી પ્રીતિ, નદીનો કાંઠો, ઝાડની ડાળી, રેતીની ભીંત અને ભૂસનું લીંપણ દોરંગી હોય છે— અસ્થિર હોય છે, તેમાં દઢતા નથી હોતી'.