________________
૧૭૦
શોધ-ખોળની પગદંડી પર નયન રસીલે કુચ કઠિન, બોલતિ પ્રેમ-કહ રસાલ, સુંદરિ નિકસી ગયંદ-ગતિ, સવિ વિધિ મીલી જમાલ. ૧૨
જેના રસીલાં નયન ને કઠિન કચ, જે રસાળ પ્રેમગોષ્ઠી કરતી, એવી ગજગામિની સુંદરી નીકળી : સર્વ સદ્ભાગ્યની પ્રાપ્તિ થઈ ગઈ.”
ભરિ ભરિ નીર નિ છૂટી ગયું, ગંગ યમુના કિ તાલ, એક નવિ છૂટો પ્રેમરસ, દોઇ કુચ-બિચિ જમાલ. ૧૩
ગંગાનું, યમુનાનું કે તળાવનું જળ ભરાઈ ભરાઈને વહી જાય છે. માત્ર એક પ્રેમરસ બે કુચ વચ્ચેથી કદી છૂટીને જતો નથી.”
બેશા બિસહર બધક ઠગ, એ પ્યારી યમકાલ (?), જું સિર કટિ દે બેઠનાં, તીન પત્યાદિ જમાલ. ૧૪
વેશ્યા, ઝેરીનાગ, હત્યારો ને ઠગ એ ચારેય જમ જેવા, કાળ જેવા હોય છે , તેઓ પોતાનું માથું કાપીને આપે તો પણ તેમનો વિશ્વાસ ન કરવો.”
આઉ મિલહુ જમાલ તમ, મિલ મત બિછુરો તાહ, કલિ મેં મિલન અનૂપ હૈ, કહતિ અકબ્બર સાહ. ૧૫
તમે આવો, જમાલને મળો, ને મળીને તેનાથી જુદા ન પડશો : અકબર શાહ કહે છે કે કળિયુગમાં મિલન થવું એ જ અનુપમ છે.”
રૂપવંત નર વિનય-વિણ, ઋદ્ધિવંત નવિ થાઈ, કણય-કલસ જિમ વિમલ જલિ, નમ્યા વિના ન ભરાય. ૧૬
રૂપાળો નર જો વિનય વગરનો હોય તો તે ઋદ્ધિવંત થી થતો – જેમ સોનાનો કળશ નમ્યા વિના નિર્મળ જળ ભરાતો નથી.”
કિ કિજે લહુડે વડે, ગુણ વડા સંસારિ, ગાગરિ અચ્છઈ બયઠડી, કરવે પીજે વારિ.૧૭
કોઈ નાનું હોય કે મોટું હોય તેટલા માત્રથી શું વળ્યું? જગતમાં વડાઈ ગુણની છે. ગાગર બેઠી રહે છે, જ્યારે પાણી તો કરવાથી પિવાય છે.'
સામી સારા આર કરિ, પરિહરિ કાયર સદ્ધિ, - વાંકે વિસમે દોહિલે, તે મારે ચોસક્રિ. ૧૮.
તું સારવાળા ચાર જ શેઠ રાખજે; કાયર સાઠ હોય તો જે તેમને તજી દેજે. વાંકી, વસમી ને દોહલી વેળાએ એ ચાર ચોસઠ જેવા નીવડશે.”