________________
૧૫૨
શોધ-ખોળની પગદંડી પર તત્તિ પરાઈ પરિહરઇ, સો મઇ કહિ વિ ન દિઢ. . “સાત સાગર ભરેલ આખા ધરતી પીઠ પર ફરીને પણ, પારકી પંચાતમાં ન પડે એવો માણસ મેં ક્યાંય પણ ન દીઠો !” (૩૩) દિઢ-કચ્છા કરિ વરિસણા, મણિ ચો , મુહિ મિટ્ટ,
જે પર-લચ્છી પરિહરઇ, તે મઈ વિરલા દિઢ. મેં એવા બહુ થોડા જોયા છે જેમનો કછોટો દઢ હોય, હાથ દાન વરસતા હોય, મન ચોખ્યું હોય, મુખ મીઠું હોય અને પરધનને પરહરતા હોય.”
વૈષ્ણવ જન તો તેને કહીએ” એ જાણીતા પદના “વાચ, કાછ, મન નિશ્ચલ રાખે’ અને ‘પરધન નવ ઝાલે હાથ રે' એ શબ્દો અહીં સહેજે યાદ આવશે. “કાછના અર્થ બાબત વિવાદ થયેલો છે, પણ “કાછ નિશ્ચલ રાખે અને અહીંનું “દિઢ-કચ્છા” પર્યાયો છે, એટલે કદી શંકા રહે તેવું નથી. (૩૪) પિસુણહ ભસણહ મદુલહ, એ ત્રિસું એí સહાઉં,
જઈ નવિ દિજ્જઈ પિંડ મુહિ, તા નવિ મહુરાલાલે. દુર્જન, શ્વાન અને મૃદંગ એ ત્રણેયનો સ્વભાવ એકસરખો એમને મુખે પિંડ ન દઈએ ત્યાં સુધી એ મધુર આલાપ ન કરે.”
પિંડ એટલે ભોજન, અનાજનો કોળિયો કે લોટનો પિંડ. સરખાવો “મૃદંગઃ પિષ્ટપિઓન કરોતિ મધુર ધ્વનિં.” (૩૫) સાહસિયાં લચ્છી હવઈ, નહ કાયર-પુરિસાઈ,
કહે કુંડલ રયણમય, કwલું પુણુ નયણાઈ. લક્ષ્મી સાહસિકોને મળે, કાપુરુષોને નહીં. કાનને રત્નનાં કુંડળ મળ્યાં, પણ આંખને મળી મેશ.” (૩૬) કુકમ કન્જલ કેવડઉં, કંકણ દૂર કપૂર,
કોમલ કપ્પડ કબ-રસ, એ પુત્રહ અંકૂર. કેસર, કાજળ, કેવડો, કંકણ, વાજિંત્ર, કપૂર, મુલાયમ કાપડ અને કાવ્યરસિકતા, એ પુણ્યના અંકુર જેવાં છે.'
પૂર્વભવના પુણ્ય જ આવી ભોગસામગ્રી પ્રાપ્ત થાય. (૩૭) તપ જપ સંજમ તામ, નર-સાથઈ નિરતા થિયા,
હિયાં ન વજઈ જામ, નયણ-બાણ નારિહિ તણા.