________________
૧૫૮
શોધ-ખોળની પગદંડી પર (૭૧) તે કાંઈ આરંભિયઇ, મહિમંડલિ ગુરુ કન્જ,
જેણ જગ-ત્તય ધુણઈ સિરુ, તહનિય નામ રહિજ્જ. “એવું કોઈ ભગીરથ કામ હાથ ધરવું, જેથી સમગ્ર જગત પ્રશંસાથી માથું ધુણાવે અને આપણું નામ રહે.” (૭૨) રાઉલિ દેઉલિ અંબ-વણિ, સપ્ટેમ્બા વિલસંતિ,
નિખખા પખાણ વિણ, દિસિ પખા જોવંતિ. જેઓ સબળ અપક્ષ ધરાવે છે, તેઓ રાજદ્વારે, દેવળમાં અને આમ્રરાજિમાં - અમરાઇમાં લહેર કરે છે, જેઓ “નિષ્પક્ષ છે, તેઓ “પક્ષના અભાવે દિશા અને પક્ષ જોયા કરે છે.'
દુહાનો અર્થ થોડોક અસ્પષ્ટ છે. “પક્ષ એટલે ‘સહાયક” કે “પક્ષકાર” તેમ જ પાંખ'. દિશા અને પક્ષ જોવાં એટલે સ્થળકાળનાં શુકન પર આધાર રાખવો. (૭૩) જા મતિ પચ્છઈ સંભરઇ, સા જઈ પહિલી હોઈ,
કર્જ ન વિણસઈ અપ્પણઉં, દુજ્જણ ન હસઈ કો.
જે મતિ પછીથી સૂઝ, તે જો પહેલેથી સૂઝે, તો પોતાનું કામ બગડે નહીં અને કોઈ દુર્જન પણ હાંસી ન કરે.”
આ દુહો ઉત્તરાર્ધના પાઠાંતર સાથે “મુંજપ્રબંધમાં નીચે પ્રમાણે છે (‘પ્રબંધચિંતામણિ', પૃ. ૨૪) :
(૭૪) જા મતિ પથ્થઈ સંપજઈ, સામતિ પહિલી હોઇ, 1. મુંજ ભણઈ મુણાલવઇ, વિઘન ન વેઢાં કોઇ'.
મુંજ કહે છે કે હે મૃણાલવતી, જે મતિ પછીથી સૂઝે, તે જો પહેલેથી સૂઝતી હોત તો તો કોઈને કશું વિઘ્ન વેઠવું ન પડત.
આમ મુંજ-મૃણાલની લોકકથા સાથે આ દુહો સંકળાઈ ગયેલો છે. (૭૫) દુબ્બલ-કન્ના વંક-મુહા, બંધમ્મલા સ-રોસ,
જેતા તુરયહ હુતિ ગુણા, તેત્તા સામિય દોસ. કાનના દૂબળા, વાંકા મોંવાળા, આગળ પડતી કાંધવાળા, તરત ઉશ્કેરાઈ ઊઠતા–આવા ઘોડા ગુણવાન ગણાય છે. પણ ઘોડામાં જે ગુણરૂપ છે, તે જ લક્ષણો માલિકમાં દોષરૂપ છે.”