________________
૧૫૬
શોધ-ખોળની પગદંડી પર લડાવીતી લોઈ, વાધઈ વિકલીક ભણઈ. પ્રીત પરાણે ન થાય, પ્રીત અપમાન ન રહી શકે. વીકો કવિ કહે છે કે સ્ત્રીને લાડ લડાવીએ તો જ તેનું શરીર ને મન કોળે.” (૫૯) કામિણિ વઇરિણિ સિંગિણિ, સિંગિણિ ભમુહ બિ જાણિ,
વિઅડ-કડક્ન-સરાવલિ, રાઉલિ મૂકઈ તાણિ.
કામિની ધનુષ્ય જેવી વેરણ છે. તેની બે ભમરને ધનુષ્ય જાણજો. તેમને ખેંચીને તે કટાક્ષોના કારમા બાણ રાજવી ઉપર (?) છોડે છે.'
રાઉલિ' પાઠ શંકાસ્પદ લાગે છે. (૬૦) સીલ અલદ્ધઇ પ્રેમરસિ, જે કે રૂવિ રઐતિ,
દીવા-સંગ પયંગ જિમ, સંગોવંગ બલુતિ. શીલની પ્રતીતિ વિના પ્રેમના આવેગમાં ખેંચાઈને જેઓ રૂપથી રાચી ઊઠે છે, તેઓ દીવાનો સંગ કરનાર ફૂદાની જેમ સાંગોપાંગ બળી જાય છે.” (૬૧) કર કંપઈ લોઅણ ગલઈ, લીલ્લરી વલી ભત્તિ (?);
જુવ્રણ ગયા જે દીપડા, વલી ન ચડિસિઈ હત્યિ. હાથ કંપે છે, આંખ ગળે છે, મુખે લાળ ટપકે છે (?) યુવાનીના જે દહાડા વહી ગયા, તે ફરી હાથ ચડવાના નથી.”
બીજા ચરણનો પાઠ ભ્રષ્ટ છે. અર્થ અનુમાને કર્યો છે. (૬૨) જુવણડા તું કાંઈ ગયું, સંપઈ ગઈ તુ જાઉં,
કામિણિ રચ્ચઈ રૂડઈ, સામી કરઈ પસાઉ. સંપત્તિ ગઈ તો ભલે જતી, પણ જુવાની, તું કેમ ચાલી ગઈ ? સુંદરી જુવાનીના રૂપ પર રાચી ઊઠે છે, અને માલિક પણ (જુવાન પર જ) કૃપા વરસાવે છે.” (૬૩) નહ ઘા કર પંડરા, સજ્જણ દુજણ હૂઆ,
સૂના દેઉલ સેવિયઈ, તુજઝ પસાઇ જૂએ. નખ ઘસાઇ ગયા, હાથ પીળા પડી ગયા, સગાસંબંધી વિમુખ થઈ ગયા, તારી કૃપાથી, હે ચૂત, હવે ખાલી પડેલ (અપૂજ) દેવળનો આશર લેવો પડ્યો છે.” (૬૪) ઇક આંબ અને આકડા, બિહુ સરિખાં ફલ હોઈ,
ઈક ગુણ ઇક અવગુણ સયરિ, હાથ ન વાહઇ કોઇ. એક તરફ આંબા અને બીજી તરફ આકડા બંનેને સમાનપણે ફળ બેસે છે.