Book Title: Shodhkholni Pagdandi Par
Author(s): Harivallabh Bhayani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 174
________________ ૧૬૫ શોધ-ખોળની પગદંડી પર ઢાક, ઝાલર, ભેરી, શંખ ને કાંસાજોડ રણમાં વાગવા લાગ્યાં. સુભટોના શિરના કોમળ વાળ (વીરરસે) ખડા થઈ ગયા.” હયવર હેષારવા કરઇ, બેલડી મંડી ઘાટ, બિહું દલિ વીરહ નામ લિઈ, બોલઈ તિહિ રણિ ભાટ. ૨૩ ઘોડાઓ હણહણાટ કરે છે....... બંને સેનામાં ભાટ વીરોની નામાવલિ બોલે છે.” પહિલઉં બિહું દલિ સાંચરઇ, રાય તણા પ્રધાન, ઓલ્યા પર દલ બૂઝવઈ, પુણ નવિ દેયરું માન. ૨૪ બંને દળમાં સૌથી પહેલાં પ્રધાનો આગળ જઈને સામસામેની સેનાના માણસો ઓળખાવે છે. પણ કોઈને માનપાન દેતા નથી.” ગયવર કારઇ સારસી, પાખરિયા પઉતારિ, અઠ અઠ જણ પાસે રહઇં, ગવર-ગુડિ મઝારિ. ૨૫ હાથીઓ ચિત્કાર કરી રહ્યા છે. મહાવતોએ તેમને બખતરથી સજ્જ કરેલા છે. તેમના બખતરની લગોલગ (?) આઠ આઠ રક્ષક રહેલા છે.” ગયવર કેરે પય આગલે, બંધી અર(?) પ્રલંબ, જિમ જણ સંગરિ ઝૂઝતાં, ફોડઇ હિયાં નિયંબ (?). ૨૬ હાથીઓના પગ આગળ લાંબો સળિયો(?) બાંધ્યો, જેથી સંગ્રામમાં યુદ્ધ કરતાં સૈનિકોની છાતી અને પીઠ વીંધાઈ જાય (?). કરિ દંતૂસલ ઝલહલઈ, પટ્ટા જિમ જમ-જીત, પરદલ ક્ષણ ઇક નિજણઇ, કિરિ ગુડિયા રણિ સીહ. ૨૭ હાથીઓના દંતશૂળ ઝળહળે છે. તેમના પટ્ટા જમની જીભ જેવા લાગે છે. જાણે કે બખતરિયા સિંહ હોય તેમ શત્રુસેનાને એક ક્ષણમાં જીતી લેશે (એવી પ્રતીતિ કરાવે છે). ભાટોની બિરદાવલી બોલાઈ રણિ બિરદાવલી, વીરહ તણિય જિ ભાટ, કુલ મ લજાવસિ આપણઉં, ઊધરિ બાપ પાટ. ૨૮ “ભાટો રણભૂમિ પર વીરોની બિરદાવળી બોલ છે : તું પોતાનું કુળ ન લજાવતો, તારા પિતાના પટ્ટનો (?) ઉદ્ધાર કરજે”. તુમ્હ આગઈ સૂરા હૂઆ, પૂરવ-પુરુષ પ્રચંડ, સામી-કન્જિહિં આપણઉં, સયર કરાવિ ખંડ. ૨૯

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222