________________
૧૩૮
શોધ-ખોળની પગદંડી પર કહ્યું, ‘તેના ચાર ભાઈઓએ દિગ્વિજય કરીને તે આણી હતી. પહેલાંના યુગમાં ચમત્કૃત નામના એક દળદરી કે કંથાધારીએ રુદ્રની આરાધના કરી. પ્રસન્ન થઈને રુદ્ર કેલાસની પાસે એક રત્નસુવર્ણમય નગરીનું નિર્માણ કરી તેને આપી. ચમત્કતે તેનો ઉપભોગ કર્યો. તેના મૃત્યુ પછી રુદ્ધ ધૂળની વૃષ્ટિ કરીને તે દાટી દીધી. જ્યારે સહદેવ ઉત્તર દિશામાં દિગ્વિજય માટે ગયો ત્યારે રાત્રે પોતાના ગણોને મોકલી એ નગરી બહાર કાઢી અને યુધિષ્ઠિરને સમર્પિત કરી. એટલે યુધિષ્ઠિરે યથેચ્છ દાન કર્યું. આથી રાજા તો એક માત્ર યુધિષ્ઠિર. વિદ્યાના દર્પથી બળવાન રાવણ એ જ માત્ર મંડલેશ્વર. માત્ર સાત દિવસનો હોવા છતાં કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો, એટલે કુમાર તો એ જ. અથવા તો લક્ષ્મણ જેણે મેઘનાદને રણમાં રોળ્યો. અથવા તો પીહુલીનો પુત્ર ધવલચંદ્ર જેનું વિષ આખા જગતનો નાશ કરી શકે, વિષને પણ અમૃત બનાવી શકે. અથવા તો અંગદ, જે એમ કહી શકતો હતો કે સંધિ કે વિગ્રહ માટે જ્યારે હું દૂત હોઉં, ત્યારે દસ માથાં, વઢાયેલાં કે વણવઢાયેલાં ધરતી પીઠ પર આળોટશે. અને સેવક એક માત્ર હનૂમાન જેણે સીતાના વિરહકવરે જર્જરિત અંગોવાળા રામને સભામધ્યે ધીરજ બંધાવી હતી’ : “મહારાજ, મને આજ્ઞા આપો. હું લંકા ઊંચકીને અહીં લઈ આવું ? જંબૂદ્વીપને અહીંથી ખસેડું ? સમુદ્રને શોષી લઉં ? અથવા તો રમતમાત્રમાં વિંધ્ય, હિમાલય, સ્વર્ણગિરિ અને ત્રિકૂટાચલને ઊંચકીને સમુદ્રમાં નાખી ઊછળતા જળસમૂહવાળા તેના પર સેતુબંધ કરું ?' હા. તું કોટવાળ ખરો. જા, બ્રાહ્મણને કહેજે આ રત્ન અમૂલ્ય છે.”
વિક્રમે ઉજ્જયિની જઈ બ્રાહ્મણને રત્ન પાછું સોંપી બલિરાજાએ જે કહ્યું હતું તે જણાવી તેને તેને ગામ મોકલી આપ્યો.
આ કથાનું મર્મસ્થાન “રાજા”, “મંડલેશ્વર', “કુમાર” વગેરે સામાન્ય શબ્દના વિશિષ્ટ અર્થઘટનમાં રહેલું છે. નીચે ગુજરાતીમાં આપેલી એક રાજ થાની લોકકથામાં આ જ પ્રયુક્તિ વપરાઈ છે.
એક વાર રાજા ભોજ અને માદ્ય પંડિત શિકાર ખેલવા ગયા. પાછા ફરતાં તેઓ રસ્તો ભૂલ્યાં. હવે કોને પૂછવું? માદ્ય પંડિતના કહેવાથી એક ખેતરમાં એક ડોશી રખવાળું કરતી હતી તેની પાસે જઈ રામરામ કરીને તેમણે તેને પૂછ્યું, “બાઈ, આ રસ્તો ક્યાં જાય છે?' ડોશી બોલી, “આ રસ્તો તો અહીં જ રહે છે, તેના ઉપર જેઓ ચાલે છે તે જશે.” એ પછી તેમની વચ્ચે પ્રશ્નોત્તર ચાલ્યા :
“વીરા, તમે કોણ છો ?' બાઈ, અમે વટાવડા (મુસાફર) છીએ.' વટાવડા તો બે જ. એક સૂરજ, બીજો ચંદ્રમાં.” બાઈ, અમે તો પરોણા છીએ.”