________________
૧૪૭
શોધ-ખોળની પગદંડી પર (૬) વટ્ટહ ટલિય જિ ઉગ્ગિયા, એ તરુવર અયસ્થ,
રીઉ પહિલ ન વીસમઇ, હિલે ન વાહઈ હત્થ.
જે વૃક્ષો માર્ગ છાંડીને ઊગ્યાં છે તે અકૃતાર્થ છે; નથી તેમની નીચે થાક્યો મુસાફર વિસામો લઈ શકતો, કે નથી કોઈ ભૂખ્યું તેમના તરફ હાથ લાંબો કરી શકતું.”
- જે ધનપતિ આશ્રયદાતા કે અન્નદાતા ન બની શકે તેની શ્રીમંતાઈ એળે ગઈ. એરંડો (૭) જઇ એરંડહ થોર થડ, સઘણ નિરંતર પન્ન,
ગય-કંડૂયણ જે સહહિં, મૂઢ તિ તરુયર અa. ‘ભલેને એરંડાને જાડું થડ હોય અને સઘન પર્ણઘટા હોય: ચળ શમાવવા હાથીના (ગંડસ્થળનું) ઘર્ષણ સહી શકે એ તરુવર તો બીજા.'
ખોટા દેખાવથી અંજાઈને કોઈના વખાણે ચડેલા મુર્ખને અપાયેલી “પ્રબળ આક્રમણને પચાવી જાણનારો આ નહીં પણ બીજા જ એવી ચીમકી. ચંપો (૮) જહિ પરિમલ તષ્ઠિ તુચ્છ દલ, જહિ દલ તહિ નવિ ગંધ,
રે ચંપાય તુહ તિત્રિ ગુણ, સુદલ સુરૂવ સુગંધ'.
જો સુંગધી હોય છે તો નાની પાંખડીઓ હોય છે, અને પાંખડીઓ મોટી હોય તો ગંધહીન હોય છે. હે ચંપા, એક તારામાં ત્રણેય ગુણ છે ? સુંદર પાંખડી, સુંદર રૂપ અને સરસ ગંધ.”
વર્ણ, આકૃતિ અને ગુણ–ત્રણે ધરાવતી વ્યક્તિને અનુલક્ષીને. પલાશ
પત્તલ-બહલ અખજજ-ફલ, પરિહરિ એહ પલાસ,
વરિ કડઅ વિ કરીરડલ, જપ્તિ જણ બંધઈ આસ. વિશાળ પાનવાળા પણ અખાદ્ય ફળવાળા આ પલાશને તું તજી દેજે. કડવો તોયે ભલો કેરડો, જેના પર લોકો આશા બાંધે છે.”
પાઠાંતરો છે : “પત્ત બહુત્ત', “કાઇ ફુલ્લઉ પલાસ', “વર કંટાળો કેરડો,” જગહ જુ પૂરઇ આસ'. એનો અર્થ થશેઃ “ઝાઝા પાન પણ અખાદ્ય ફળ વાળા હે પલાશ, તું શું કામ ખીલ્યો? ભલો કાંટાળો કેરડો, જે જગની પૂરે આશ.”