________________
૧૪૬
શોધ-ખોળની પગદંડી પર (૨). કે કેવાં કે કેતકી, કેઈ અંબિ કલંબિ
કેઈ દીઠા રે ભસલ, કડુયઈ નિબિ વિલંબિ.
હે ભ્રમર, કેટલાક દિવસ તું કેવડા પર, કેટલાક કેતકી પર, કેટલાક આંબા પર અને કેટલાક કદંબ પર (ગાળે જ છે), તો પછી થોડાક દિવસ કડવા લીમડા પર પણ ખેંચી કાઢ'.
દુઃખના દિવસોનો ટૂંકો ગાળો ધીરજથી સહી લેવા માટે આશ્વાસન. કેવડો’ અને કેતકી બન્નેનો ઉલ્લેખ છે. કેતકી તે સૌરાષ્ટ્રમાં એ નામે જાણીતા, વાડ માટે વપરાતા છોડનો પ્રકાર. સુંગધી કેતકી તે “કેવડો'. હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણમાં આને મળતો એક દુહો છે, જેનો ભાવાર્થ છે: હે ભ્રમર, થોડા દિવસો આ લીંબડા પર થોભી જા ત્યાં તો પછી કંદબ ખીલશે. (૩) વાય હણંતિ બુડતિ જલે, કમલ ન મલ્લિ જેહિ,
રુચ્યતા-સરિસુ મરણ, અંગમિયઉ ભસલેહિ . “પવને ઝાપટવા છતાં અને પાણીમાં ડુબકીઓ ખાવા છતાં ભ્રમરોએ કમળનો સંગ ન મૂક્યો : પોતાને જે પ્રિય હતું તેની સંગાથે તેમણે મરવાનું સ્વીકાર્યું.”
મરણસંકટને પણ ન ગણકારીને નિભાવાતો પ્રેમસંબંધ. (૪) મહુઅર મ મરિ અકાલિ, મનુ વાલિ મ મલય-સમીરિ,
મ કરિસિ કૂડિ આલિ, જાલિ પડિઉ જુવ્રણ-તણી. “હે મધુકર, અકાળે મર મા. મલયપવન પ્રત્યે મન વાળ મા. જોબનની જાળમાં ફસાઈને ખોટાં તોફાન કર મા.”
વસંતપ્રભાવે અડપલાં કરતા જુવાનને શિખામણ. આ સોરઠો છે.
(૫) પંખ-ઝડપ્પડ ખર નહર, ચંચૂ-તણા નિહાય;
તરુ મિલ્હવિણ કો સહઈ, સિરિ દિર્જતા પાય. પંખીઓની પાંખની ઝાપટો, તીક્ષ્ણ નહોરના ઉઝરડા), ચાંચના ઘા અને માથા પર પદપ્રહાર : એક વૃક્ષને બાદ કરતાં આ બધું કોણ સહી લે?"
બચ્ચાંની અળવીતરાઈ વડીલ જ (કે આશ્રિતો તરફથી અપાતો ઘસારો અને તેમનું તોછડું વર્તન ઉદારથિત્ત આશ્રયદાતા જ) સહી લે.