________________
શોધ-ખોળની પગદંડી પર
૧૧૩ મુજને મેલી શું જાવ છો રે આ વગડામાં અથડાતી'. જીવ કાયાને કહે છે રે, પંખી અમે પરદેશી અમે ક્યાં સુધી રહીએ રે, નથી અહીંના રહેવાશી'. રામસિંહે પણ “દુહાપાહુડ'માં દેહને મહિલા કહી છે : “દેહ-મહેલી એક વઢ, તઉં સત્તાવઈ તામ ચિત્ત નિરંજણ-પરિણ સિહું, સમરસિ હોઈ ન જામ'
એટલે કે “હે મૂર્ખ, ત્યાં સુધી કાયારૂપી મહિલા તેને સંતાપશે, જ્યાં સુધી ચિત્ત પરમ નિરંજનમાં સમરસ નહિ થાય.”
તો એ જ પરંપરામાં મળતા એક દુહામાં ફ્લેવર જીવને સંબોધીને કહે છે કે હું છું માટી, તું છે રત્ન - માટે હું છું ત્યાં સુધી તું ધર્મ કર :
જીવ ! કલેવર ઇમ ભણઈ, માઁ હોંતઈ કરિ ધમ્મુ, હઉં મટ્ટિય તુહું રયણમય, મા હારિસિ માણસુ જમ્મુ'.
(૧૩) અખામાં દેહમાં રહેલા આત્માને માટે દૂધ કે દહીંમાં રહેલા ઘીની ઉપમા વારંવાર આવે છે. દૂધને દહીં બનાવી, મથી, માખણ કાઢી, તાવીએ ત્યારે ઘી પ્રગટ થાય, એમ દેહગત જીવાત્મા શુદ્ધ બ્રહ્મ રૂપે પમાય. જેમ કે છપ્પા ૭૪૦ થી ૭૪૨, ૧૬૯ (‘પય ટળે જ્યમ પ્રગટે આજ્ય'); “અખેગીતા' ૧૨મા કડવામાં (“જ્યમાં ગોરસમાંથું આય કાર્યું'); “અનુભવબિંદુમાં ૧૨મા છપ્પામાં “સર્પિસમે વણસે દધિ'.
અપભ્રંશ કાવ્ય “દોહાપાહુડ'(૧૧મી-૧૨મી શતાબ્દી)માં એવી જ ઉપમા, જરા જુદા સંદર્ભે મળે છે :
રૂવ, ગંધ, રસ, સંસડા, સદ્ લિંગ ગુણ હણ અચ્છાઈ સો દેહડિઇ ગઉ, ઘિલે જિમ ખીરહ લીણુ છે' ૨૭૭
એટલે કે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, લિંગ અને ગુણથી રહિત એવો તે દેહડીમાં (કાયામાં) એવી રીતે લીન છે, જેવી રીતે દૂધમાં ઘી લીન હોય છે.
બનારસીદાસની હિંદી “અધ્યાત્મ-બત્રીસી'માં એનો જ પડઘો છે :
જ્યાં સુવાસ ફૂલ-ફુલમેં, દહી-દૂધમેં ઘીવ . પાવક કાઠ-પખાણમેં, ત્યોં શરીરમેં જીવ !'
(૧૪) મધ્યકાલીન સંતકવિઓનું જેમ સહજયાની બૌદ્ધ પરંપરાના નાથસિદ્ધોની અથવા તો અગમવાદી અપભ્રંશ જૈન કવિઓની પરંપરા સાથે અનુસંધાન છે, તેમ એ પુરોગામીઓને ઉપનિષદના શબ્દો-વિચારો સાથે અનુસંધાન છે.