________________
શોધ-ખોળની પગદંડી પર
૧૩૩
‘ધર્મરત્નકરેંડક’(રચનાસમય ૧૧૧૬)માં જે તારાચંદ્રની કથા આવે છે (પૃ.૧૮૬-૧૯૧) રત્નચૂડની કથાને ઘણી મળતી આવે છે. તેમાં યમઘંટા ગણિકાને બદલે ત્રિલોચન નામનો પ્રજ્ઞાચક્ષુ બ્રાહ્મણ બધા ઉકેલ આપે છે. તેમાં રનચૂડરાસની પેટાકથાઓ નથી.
૫. ગામડાહ્યો હોદડ જોશી
શુભશીલગણિકૃત ‘પંચશતી-પ્રબંધ (કે ‘પ્રબોધ')-સંબંધ' એ કથાગ્રંથમાં (રચનાસમય ઇ.સ. ૧૪૬૫) ૧૫૩મી કથા (પૃ. ૯૭-૯૮)નો અનુવાદ આ પ્રમાણે છે :
મારવાડમાં હોદડ જોશીને સૌ મૂરત પૂછે અને એની પાસે જોશ જોવરાવે. હવે એક ખેડૂતે ખેતરમાં ઉંચાણવાળા ભાગમાં વાલ વાવ્યા, અને માંડવા બાંધી તે પર વેલા ચડાવ્યા. રાતે ઊંટ આવીને વાલોળના વેલા ખાઈ જતાં. ખેડૂતે હોદડ જોશીને પૂછ્યું, માંડવા ઉપર ચડેલા વેલા કોણ ખાઈ જાય છે ?' ડહાપણના ભંડાર હોદડે આંખો બંધ ક૨ી ધ્યાન ધરીને ખુલાસો કર્યો : ‘ખાંડણિયા ઉપર ચડીને સસલું તમારા વેલા ખાઈ જાય છે. માટે ખેતર પાસે તેમ જ સીમમાં રાતે જઈને પડકારા કરો : ‘જે સસલાં ઉખળા પર ચડીને અમારા ખેતરનું વાવેતર ખાવા રાતે આવશે તેમને જીવતા નહીં મૂકીએ.’ ગામલોકો હોદડના જ્ઞાનથી રાજી રાજી થઈ ગયા. વાડ પાસે પડકાર કરતા ખેડૂત ચોકી કરવા લાગ્યા. વેલા ખવાતા બંધ થયા.
‘ઓલિ પર્ગી ચડાવિય, વલ્લ ખદ્ધ સસએણ ।
કિમુ થાસિ મરુ બપ્પડી, હોદડએડ મુષ્ણ II
(હોદડ જોશીએ જોશ જોઈને કહ્યું, ‘ઊખળા પર પગે ચડીને સસલાએ વાલ ખાધા છે.’ આ હોદડ મરી જશે ત્યારે બાપડી મારવાડનું શું થશે ?)
આ વાંચતા આપણી એક જાણીતી લોકકથા યાદ આવશે : દેડકો નીકળ્યો તે જોઈને મૂરખ ગામલોકોએ આ ક્યું પ્રાણી છે તે ગામના ડાહ્યા ડોસાને પૂછ્યું. ડોસાએ આંખ પર હાથથી છાજલી કરી નીચે વળીને જોતાં કહ્યું, ‘નાખોને ચપટી દાણા. ચણે તો ચકલું, નહીં તો મોર.' આ બંને કથાઓ થોડાક વિગતફેરે હિન્દી ભાષી પ્રદેશમાં લોકકથા તરીકે જાણીતી છે. પહેલીનું મર્મનિરદેશક પદ્ય છે ઃ
‘એક જાણે લાલ ભુજક્કડ, ઓર ન જાને કોઈ, પૈર પે હૈયાં ચક્કી બાંધ કે, હિરન કૂદ્યા હોઈ.' બીજીની માર્મિક ઉક્તિ છે :
‘દાને ડાલો : ચુગ લેગા સો તોતા, ન ચૂગ લે સો તોતી.’