________________
૧૩૪
શોધ-ખોળની પગદંડી પર
૬. અક્કલના ઓથમીર
મલધારી રાજશેખરસૂરિ કૃત ‘વિનોદકથા-સંગ્રહ’ (રચના સમય ઈ.સ.૧૪મી શતાબ્દી)માં ૭૯મી કથા (પૃ. ૬૮ ૩-૬૯ )નો અનુવાદ નીચે પ્રમાણે છે ઃ
કોઇ એક મઠમાં ત્રણ તાપસો આવ્યા અને લાંબો સમય રહ્યા. એક વાર એક તાપસ રાતે ઊઠ્યો ત્યારે તેણે ઊંચે જોયું તો આકાશ ઘનઘોર બનેલું હતું અને અંદર વીજળીના ઝબકારા થતા હતા. તેણે પોતાના બંને સાથીઓને ઉઠાડીને આકાશ દેખાડતાં કહ્યું, ‘અરે ! જુએ તો ! સ્વર્ગમાં આગ લાગી લાગે છે. એટલે જ આ ધુમાડો અને ભડકા દેખાય છે.' એટલે બીજો બોલ્યો, ‘ના, એવું નથી. આ તો ઠંડીથી થીજી ગયેલો સૂરજ કાળી કંથા આમતેમ હલાવતો જોઈ રહ્યો છે કે હજી પણ સવાર થયું છે કે નથી થયું ?' એટલે ત્રીજો બોલ્યો, ‘નહીં, નહીં. મને તો એમ લાગે છે કે સ્વર્ગમાં દેવો દૈત્યોના ઉત્પાતથી ભારે દુઃખી છે અને તેથી ઇંદ્ર હોમાગ્નિ પ્રગટાવીને શાંતિકર્મ કરી રહ્યો છે'. પછી કોઇકને પૂછીને તેમણે જાણ્યું કે એ તો કાળાં વાદળ છે અને અંદરથી વીજળી ઝબકે છે.
૭. ઉત્તમ પુત્ર પ્રાપ્તિનું શરતી વરદાન
આષાઢી અમાવાસ્યા એટલે કે દીવાસાને દીવસે પરણેલી સ્ત્રીઓ એવરતજીવરતનું વ્રત કરે. ઝવેરચંદ મેઘાણીએ એ વ્રતનો ‘કંકાવટી’માં ટૂંકો પરિચય આપી ‘એવરત-જીવરત’ની વ્રતકથા આપી છે. તેનો શરૂઆતનો ભાગ નીચે પ્રમાણે છે (બે ભાગનું સંયુક્ત પુનમુદ્રણ, ૧૯૮૪, પૃ. ૧૭-૧૮) :
બામણ અને બામણી હતાં. એને પેટ જથ્થું ન મળે. બામણ તો રોજ માદેવજીની પૂજા કરીને માથે ફૂલ ચડાવે, એટલે મુસલમાન રોજ બામણની પૂજા ભૂંસીને મા'દેવજીને માથે માછલાં ચડાવે.
બામણને તો વિચાર થયો છે કે અરેરે ! આ ન કરવાનાં કામાં કરનારો મુસલમાન; એને ઘરે ઘેરો એક જણ્યાં, ને મારે ઘેર ઘોડિયું બાંધવાયે છોરું નહિ ? દેવળમાં જઈને બામણ તો પેટ છરી નાખવા તૈયાર થાય છે. ત્યાં તો મૂર્તિના મોંમાંથી માકારો થાય છે કે -
‘મા ! મા !'
બામણ કહે : ‘કાં ?’
મહાદેવજી પૂછે છે કે ‘ભાઇ રે ભાઇ, પેટ કટાર શીદને નાખે છે ?’