________________
૧૩૨
શોધ-ખોળની પગદંડી પર
ધમ્મપદ અકથામાંની એક કથામાં, ગુજરાત-રાજસ્થાનની ટીડા જોશીની કથામાં, ગુજરાતી ગુરૂમંતર કે ‘ઘસો લાલિયા ઘસો’ અને ખડબડ ખડબડ ખોદત હૈ' એ લોકકથામાં વગેરે વગેરે. વિગતે ચર્ચા માટે જુઓ મારો લેખ The Tale of the Royal Monk Yava (Indological Studies), પૃ. ૩૪૨-૩૪૩).
અમુક સંદર્ભમાં બોલાયેલા વચનો યોગાનુયોગે બીજાઓને કાનો પડતાં જુદા જ અર્થમાં (પોતાને લાગુ પડતાં) સમજી બેસે છે, અને પરિણામે હત્યારા, પોતે પકડાઈ ગયા એમ સમજીને શરણે આવે છે, જેથી વક્તા બચી જાય છે - એવા સ્વરૂપનો આ ઘટક છે. આર્ને-ટોમ્પ્સનની કથાપ્રકૃતિની સૂચિમાં એનો ક્રમાંક ૧૬૪૧ છે. (The Doctor Know-All ‘સર્વજ્ઞ ડૉક્ટર'). ટોસ્ટ્સને તેમના પુસ્તક The Folktale માં યુરોપ અને એશિયામાં તેના ચાર સોથી વધુ રૂપાંતરો મળતાં હોવાનું નોંધ્યું છે. (પૃ. ૧૪૪-૧૪૫).
૪. ચાર મૂર્ખાઓ
‘રત્નચૂડ-રાસ' (કર્તા: રતસૂરિ-શિષ્ય, રચનાકાળ ઇ.સ.૧૪૫૨, મારું સંપાદન, એલ.ડી સિરીઝ, ક્રમાંક ૬૩, ૧૯૭૭)માં આવતી દૃષ્ટાંતરૂપ આડકથાઓમાં ચાર મૂર્ખાની કથા (પૃ.૩૫-૩૯, કડી ૨૫૯-૨૯૦ ભૂમિકા, પૃ.૧૮) ઉપર મેં ‘મધ્યકાલીન ગુજરાતી કથાકોશ'માં એક નોંધ આપી છે. (પૃ. ૩૬૮-૩૬૯), અને તેનો આધાર વિન્ટર્નિટ્ઝનો ભારતીય સાહિત્યનો ઇતિહાસ (ગ્રંથ ૨, પૃ. ૩૬૪-૩૬૫) હોવાનો ત્યાં નિર્દેશ કર્યો છે. વિટર્નિટ્યું એ માહિતી માટે મિરોનોવે અમિતગતિ કૃત ‘ધર્મપરીક્ષા' ઉ૫૨ ૧૯૩૦માં પ્રકાશિત કરેલ સંશોધનગ્રંથમાંથી લીધી હતી. અમિતગતિની ‘ધર્મપરીક્ષા'નો સમય ઇ.સ.૧૦૧૪ છે. તેની પુરોગાની કૃતિ છે હરિષણકૃત ‘ધમ્મપરિક્ષ’. તે અપભ્રંશ ભાષામાં છે અને તેનો સમય છે ઇ.સ.૯૮૮. તેમાં પણ ઉપર્યુક્ત ચાર મૂર્ખકથાઓ આપેલી છે. (સંધિ ૩, કડવક ૧૨-૧૯).* હરિષણની ધમ્મપરિકખ' ભાગચંદ્ર જૈન અને માધવ રણદિવે વડે સંપાદિત કરાઈ ૧૯૯૦માં પ્રકાશિત થઈ છે. આ પહેલાં આ.ને. ઉપાધ્યેએ એક લેખ દ્વારા તેનો પરિચય આપ્યો હતો. (૧૯૪૧ની અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદમાં રજૂ થયેલો તેમનો લેખ ભાંડારકર ઇન્સ્ટિટ્યુટના જર્નલમાં પ્રકાશિત થયો હતો). ભાગચંદ જૈને પુસ્તકની ભૂમિકામાં ‘ધર્મપરીક્ષા’ નામક કૃતિઓની પરંપરા વિશે વિગતે માહિતી આપી છે (પૃ. ૨-૪), તેમાં ૧૭ રચનાઓ ગણાવી છે.
* તેમાં આ ચાર મૂર્ખાની કથા દસ મૂર્ખકથાઓમાં છેલ્લી છે. બાકીની નવ કથા તે રક્તમૂઢ, દ્વિષ્ટમૂઢ, મનોમૂઢ, વ્યુત્પ્રાહીમૂઢ, પિત્તદૂષિતમૂઢ, આમ્રમૂઢ, ક્ષીરમૂઢ, અગરુમૂઢ અને ચંદનમૂઢની કથાઓ છે.