________________
૧૩)
શોધ-ખોળની પગદંડી પર બહાર કાઢતા. યમદેવ ગંગાસ્નાન કરવા ગયા ત્યારે અગ્નિદેવે આવીને છાયાનો સંગ કર્યો. યમદેવના પાછા ફરવાનો સમય થવા આવ્યો હોવા છતાં કામાતુર અગ્નિદેવ જઈ શક્યા નહીં. એટલે છાયાએ અગ્નિદેવને પોતાના પેટમાં છુપાવી દીધા. પછી યમદેવે પાછા આવીને છાયાને પોતાના પેટમાં મૂકી દીધી.
અગ્નિદેવની ગેરહાજરીથી ધરતી અને સ્વર્ગમાં અંધેર ફેલાઈ ગયું. ઇંદ્ર પવનદેવને અગ્નિદેવની શોધ કરવા આદેશ દીધો. પછી પવનદેવે આવીને કહ્યું, “મેં બધે શોધખોળ કરી પણ અગ્નિદેવનો પત્તો લાગ્યો નથી. માત્ર એક સ્થાન બાકી છે. ત્યાં હું તપાસ કરું છું.” પછી પવનદેવે સૌ દેવોને ભોજન માટે નોતર્યા. બીજા બધાને એક એક આસન દીધું, પણ યમદેવને ત્રણ આસન દીધાં અને તેમની પાસે ત્રણ ભોજનથાળ મૂક્યાં. યમદેવે આનો ખુલાસો પૂછ્યો એટલે પવનદેવે કહ્યું, “પહેલાં તમે પેટમાંથી છાયાને બહાર કાઢો.” છાયા બહાર નીકળી એટલે પવનદેવે તેને અગ્નિદેવને પેટમાંથી બહાર કાઢવા કહ્યું. અગ્નિદેવ બહાર નીકળ્યા એટલે ક્રોધાવેશમાં યમદેવ તેની પાછળ દોડ્યા. અગ્નિદેવ દોડીને શિલા, તરુ, તૃણ અને ધરતીમાં છુપાઈ ગયા.
પૌરાણિક કથાનું આ રૂપાંતર ઉપર્યુક્ત “શીલવતી'માંના પ્રસંગના પૂર્વ સ્વરૂપો મળે છે, તેના ઉપરથી ઘડી કાઢ્યું હોવાનું જણાય છે. ૨. અજ્ઞાન ઢાંક્યું ન રહે
માલધારી રાજશેખરસૂરિકૃત “વિનોદકથા-સંગ્રહ' (રચના સમય ઈસવી)માંની ૭૬મી કથા (પૃ. ૬૪ -૬૪ ૩)નો અનુવાદ નીચે પ્રમાણે છે :
કપિલવર્ધન નગરમાં રહેતો મલયકેતુ તદન અભણ અને બોલવામાં છીછરો હતો. તે બાજુના વેલાપુરમાં પરણ્યો હતો. એક વાર તે પતીને લઈ આવવા સાસરે ગયો. ત્યાં તેનો સ્નાન, વિલોપન, ભોજન વગેરે વડે સત્કાર કરાયો. તેને પાંચ સાળા હતા, જે સંગીતના જાણકાર હતા. તેમની બહેન તો તેમનાથી પણ વિશેષ સંગીતનિપુણ હતી. બે દિવસ પછી સાળાઓએ અંદરોઅંદર મંત્રણા કરી, “આપણા બનેવી રાગને ઓળખી શકે છે કે નહીં તેની પરીક્ષા કરીએ. આપણે પંચમ રાગ ગાશું.” તેમની બહેને આ સાંભળ્યું. તેણે પોતાના પતિને જણાવ્યું, “કાલે આ લોકો પંચમ રાગ ગાશે. તું સાવધાન રહીને તને પૂછે ત્યારે એ નામ આપજે, નહીં તો તારી ઠેકડી કરશે.' બીજે દિવસે પંચમ રાગ ગાતાં સાળાઓએ પૂછ્યું ત્યારે બનેવીએ તે પંચમ રાગ હોવાનું કહ્યું. સંગીત સભા ઊઠી ગઈ, ત્યારે સાળાઓએ થોડે દૂર જઈ અંદરોઅંદર વાત કરી,
આપણે ક્યો રાગ ગાવાના છીએ તે બહેન સાંભળી ગઈ અને તેણે આપણા બનેવીને ચેતવી દીધો. પણ કાલે આપણે ધાન્યશ્રી રાગ ગાશું અને બહેનને આની જાણ ન હોવાથી તાશિરો થશે.”