________________
શોધ-ખોળની પગદંડી પર
૧૨૯ (૨) કેટલાક કથાઘટકો ૧. સ્ત્રીને પેટમાં સંતાડી રાખવી
આપણી કથા પરંપરામાં સ્ત્રીની કુશીલતા અને સુશીલતાને લગતી સેંકડો કથાઓ મળે છે.
ઉદયકલશકૃત “શીલવતી-ચોપાઈમાં (રચનાસમય ૧૫૬૨) એક પ્રસંગ આ પ્રમાણે છે:
એક રાતે નગરચર્ચાએ નીકળેલા વિક્રમે એક એકદંડિયા મહેલની સમીપમાં રહેલા દેવાલયમાં એક તરુણ યોગીને ધ્યાનસ્થ બેઠેલા જોયો. અંધારું ગાઢ થતાં યોગીએ પોતાની પાસે રહેલી અંધારીમાંથી મંત્રબળે યોગિનીને પ્રગટ કરી. બંનેએ ભોગવિલાસ કર્યો. તે પછી યોગી નિદ્રાધીન થતાં પેલી યોગિનીએ પોતાની પાસેની ઝોળીમાંથી મંત્રબળે એક પુરુષને પ્રગટ કર્યો, અને તેની સાથે ભોગવિલાસ કર્યો. યોગી જાગે તે પહેલા તેણે તે પુરુષને પાછો પોતાની ઝોળીમાં છુપાવી દીધો. આ સ્ત્રીચરિત્ર જોઈને રાજાનો પોતાની રાણીના ચરિત્રનો આઘાત હળવો થયો. યોગી પાસેથી તેની વિદ્યા શીખવા વિક્રમે વિચાર્યું. વળતે દિવસે તેને તેણે પોતાને ત્યાં ભોજન માટે નિમંત્યો.
વિક્રમે રાણીને પાંચ જણની રસોઈ કરાવવાનું અને જમવા માટે પાંચ આસન મૂકવા કહ્યું. સમય થતાં, પહેલા આસન પર વિક્રમ બેઠો. બીજા આસન પર યોગીને બેસાડ્યો. પછી વિક્રમે યોગીને અંધારીમાંથી “યોગિની' પ્રગટ કરવા જણાવ્યું. ચમકેલા યોગીએ યોગિનીને પ્રગટ કરી. વિક્રમે એને ત્રીજા આસન પર બેસાડી. પછી યોગિનીને એની ઝોળીમાંના પુરુષને પ્રગટ કરવા કહ્યું. આથી ચમકી ગયેલી યોગિનીએ તે પ્રમાણે કર્યું. વિક્રમે એ પુરુષને ચોથા આસન પર બેસાડ્યો. પછી વિક્રમે રાણીને એના પ્રેમીને બોલાવીને પાંચમા આસન પર બેસાડવા જણાવ્યું. રાણીને ધ્રાસકો પડ્યો પણ કોઈ છૂટકો ન હોવાથી ગગનધૂલિને બોલાવી લાવી અને તેને પાંચમા આસન પર બેસાડ્યો. ભોજન કરાવ્યા બાદ વિક્રમે યોગી-યોગિનીને વસ્ત્રાદિ આપી વિદાય કર્યા.
હરિષણકૃત અપભ્રંશ કાવ્ય “ધમ્મપરિકન'માં (રચના સમય ૯૮૮) હિન્દુ પૌરાણિક કથાઓની અને દેવોના ચરિત્રની ટીકા-નિંદા કરતી કથાઓ અને પ્રસંગોમાં એક આ પ્રમાણે છે :
મંડપકૌશિક ઋષિએ તીર્થયાત્રાએ જતાં પોતાની પુત્રી છાયાને યમદેવની પાસે મૂકી. કામાતુર યમદેવે રૂપાળી છાયાને પોતાની પત્ની બનાવી દીધી અને બીજું કોઈ તેને ઉઠાવી ન જાય તે માટે તેને પોતાના પેટમાં રાખી. પવનદેવે અગ્નિદેવને આ વાત જણાવી. યમદેવ હંમેશા નિત્યકર્મ કરવા જતાં ત્યારે એક પ્રહર છાયાને પેટમાંથી