________________
૧૧૨
શોધ-ખોળની પગદંડી પર (૧૦) મીરાને નામે મળતા એક પદમાં છે :
રામનામ સાકર-કટકા, હાં રે મુખ આવે અમીરસ-ઘટકા'
યાદ આવ્યું અભિનવગુપ્ત ધ્વન્યાલોક-લોચન'માં (૨,૩) ઉદાહરણ તરીકે ટાંકેલું નીચેનું અપભ્રંશ મુક્તક :
ઓસુરુસુંભિઆએ, મુહ ચંબિઉ જેણ.. અમીરસ-ઘટણ પડિજાણિઉ તેણ !'
ભાવાર્થ છે : ડૂસકાં ભરતી દળે કંઠે રડતી રિસાયેલી પ્રેયસીનું મુખ ચૂમવા જે ભાગ્યશાળી થયો હોય એણે જ અમીરસના ખરા ઘૂંટડા ભર્યા. આમ “અમીરસના ઘૂંટડા'ની ચાર સો વરસની પરંપરા તો નક્કી થઈ ગઈ. (૧૧) મીરાંનું જાણીતું ભજન છે :
જૂનું તો થયું દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.”
દેહ તે દેવળ અને તેમાં રહેલો દેવ તે જીવ. એ દેવળ સાડા ત્રણ હાથનું હોવાનું અખો કહે છે :
“તો ઊઠ હાથનો હું જે ઘડ્યો, તે તે ક્યાં અળગો જઈ પડ્યો.' બારમી સદીના અપભ્રંશ કવિ રામસિંહના “દોહાપાહુડીમાં આ બંને વાત કરી છે :
હત્ય અહુદ્ર દેવલિ, બાલહ નાહિ પવેસુ / સંતુ નિરંજણ તહિ વસઈ, નિમેલુ હોઇ ગવેસુ I'(૯૪).
એટલે કે સાડા ત્રણ હાથના દેવળમાં બાળબુદ્ધિવાળાને પ્રવેશ નથી મળતો. ત્યાં વસતા શાંત, નિરંજનની તું નિર્મળ બનીને ખોજ કર.
એ જ શબ્દોમાં એ જ વાત એ સમયના બીજા અપભ્રંશ કવિ લક્ષ્મીચંદે “દોહાણુપેહા'માં કહી છે :
‘હત્ય-અહુક્ જુ દેવલુ, તહિ સિવુ સંતુ મુeઇ / મૂઢા દેવલિ દેવ નવિ, ભુલ્લઉં કાંઈ ભમેહિ !'
એટલે કે “જે સાડા ત્રણ હાથનું દેવળ છે ત્યાં જ શિવ વસતા હોવાનું સંત જાણે છે. હે મૂઢ, દેવાલયમાં દેવ નથી હોતા, તું કાં ભૂલો ભમે છે?”
(૧૨) કાયા પત્ની અને જીવ પતિ હોવાનું રૂપક આપણી પદપરંપરામાં જાણીતું છે. ધોળ તરીકે ગવાતાં મધ્યકાલીન કવિ નારણસંગનાં બે પદોની પડેલી કડીઓ નીચે પ્રમાણે છે :
કાયા જીવને કહે છે રે સુણો મારા પ્રાણપતિ