________________
શોધ-ખોળની પગદંડી પર
૧૧૭ કર બે-વિ કરંબિય કક્કલિણ, મુદ્ધહે અંસ-નિવારણિણ છે. પ્રવાસી ભીલ પશુની જેમ કયા કારણે જળ પીએ છે ?' “કેમ કે તેના બે હાથ મુગ્ધાના આંસુ લૂછવાને લીધે કાજળથી ખરડાયેલા
હતા.”
કોઈ એક ઘટક ઉત્તરોત્તર ભાષાભૂમિકા, સાહિત્યિક પ્રણાલીઓ અને સામાજિક સંદર્ભ બદલાતાં, વધતું ઓછું સ્વરૂપાંતર રૂપાંતર પામી સ્વતંત્રપણે કે બીજા ઘટકોના સંદર્ભે કઈ રીતે જળવાઈ રહે છે તે જોવા માટે પણ આવી સામગ્રી ઉપયોગી હોય છે. એક જ પરંપરામાં રહેલી પાછળના સમયની કૃતિ ઐતિહાસિક દૃષ્ટિએ પુરોગામી કૃતિઓના અંશો જોડાઈને બનેલી ભાતીગળ ચંદરવા જેવી કળાય છે. પરંપરાભેદે પણ આ પ્રકારનાં ઘણાં ઉદાહરણ, પ્રાચીન તેમજ અર્વાચીન, મળે છે. અનુવાદ, રૂપાંતરણ અને આદાનરૂપે કૃતિઓ પરસ્પરને ઉપકારક બન્યા કરે છે. સાંસ્કૃતિક પરંપરા અને સાંસ્કૃતિક સંપર્કોનું જ આ એક લાક્ષણિક પાસું છે.
(૧૬) સૂરદાસના ઉદ્ધવસંદેશને લગતા એક પદમાં ગોપીઓ ઉદ્ધવને કહે છે કે આંખો વડે તમે અમારા પ્રિયતમને જોયા તે આંખો વડે તમે અમને અત્યારે જુઓ છો તેથી અમે આજે ભાગ્યશાળી થઈ – જેમ માત્ર દર્પણમાં પ્રિયદર્શન થતાં પણ આંખો ધન્ય થઈ જાય.
“ઉધો હમ આજુ ભઈ બડભાગી. જિન અખિયન તુમ શ્યામ વિલોકે તે અખિયાં હમ લાગી.”
આ પંક્તિઓ ઉપર સહેજે ભાઈ રમણલાલ જોશી વારી ગયા (“ઉદેશ” ૨૩, ૧૯૯૨નો તંત્રીલેખ).
વિરહદશામાં દૂરસ્થ (કે અલભ્ય) પ્રેમપાત્રના દર્શન કે સ્પર્શનો જેને પ્રત્યક્ષ અનુભવ હોય તેના સંવેદનને સંકેત તરીકે લઈને પ્રેમીજન પરોક્ષનો પ્રત્યક્ષપ્રાય અનુભવ કરતો હોવાનું નિરૂપણ પ્રાચીન પરંપરામાં વિવિધ કવિઓનું આદરપાત્ર બનેલું છે.
“મેઘદૂત'માં યક્ષ પોતાની પ્રિયાને જે સંદેશો મોકલે છે, તેમાં કહે છે, “હે ગુણવંતી, હિમાલયના દેવદારની કૂંપળોને ભાંગ્યાથી તેમાંથી સ્ત્રવેલા દૂધથી સુરભિત બનેલા, દક્ષિણ તરફ વહી આવતા પવનોને આલિંગન દેતો–એ પહેલાં તને સ્પર્શીને આવ્યા જાણીને-હું શાતા પામું છું' (૧૦૪). એ કાલિદાસની પંક્તિઓ સૂરદાસને હલાવી ગઈ હોય એવો સંભવ ખરો.
જાણે કે આનો જ પ્રતિસાદ પાડતાં, કવિ ભવભૂતિના વિખ્યાત નાટક માલતીમાધવ' (આઠમી શતાબ્દી)માં વિરહી મકરંદ પવનને પ્રાર્થે છે કે “તું મારી