________________
શોધ-ખોળની પગદંડી પર
४७ ૧૪. પુષ્પમાં મધ રહેલું છે એ જેમ મધમાખી જાણે છે, તેમ નિર્વાણ સંસારથી જુદું નથી એમ મૂઢ કઈ રીતે સમજશે?
- ૧૫. જેમ દર્પણમાં જોતો મૂઢ પ્રતિબિંબને મુખ માને છે, તેમ સત્યથી વંચિત ચિત્ત અસત્યનો આશરો લે છે.
૧૬. ફૂલની સુગંધ અશરીરી હોવા છતાં સર્વવ્યાપી અને સદ્યોગ્રાહ્ય હોય છે, તેમ અશરીરી સ્વભાવ દ્વારા જ મંડળચક્રને જાણવું.
૧૭. જેમ પવનબળે ચાલિત કોમળ જળ પણ પાષાણરૂપ બની જાય છે, તેમ કલ્પનાથી ચાલિત મૂઢ ચિત્તમાં અશરીરી પણ નક્કર ને કઠોર બની જાય છે.
૧૮. અસલ સ્વભાવવાળા ચિત્તને કદી સંસાર કે નિર્વાણનો મળ સ્પર્શતો નથી. પંકમાં ડૂબેલું મહાઈ રત્ન પ્રભાવંત હોવા છતાં પ્રકાશી નથી શકતું.
૧૯. અંધકારમાં જ્ઞાન પ્રકાશતું નથી, પરંતુ અંધકાર પ્રકાશિત થતાં દુઃખનો વિલય થાય છે, જેમ બીજમાંથી અંકુર ફૂટે અને અંકુરમાંથી પાન. ૧૯
૨૦. જે ચિત્ત એક જ કે અનેક – એવું ચીંતવે છે તે પ્રકાશનો ત્યાગ કરીને સંસારમાં પ્રવેશે છે. જે જાણીજોઇને આગમાં પ્રવેશે છે, તેનાથી વધુ કરુણાપાત્ર કોણ હોય ?
સંદર્ભસૂચિ 4. P.C.Bagchi, Dohākośa, 1938. ? A.V.Gruenther: The Royal Song of Saraha. 1969.
M.Shahidullah. Les Chants Mystiques de Kānha et Saraha.
Les Dohākośa et Les Caryās. 1928. ૪. હરિપ્રસાદ શાસ્ત્રી : “બૌદ્ધ ગાન ઓ દોહા', ૧૯૧૭. ૫. રાહુલ સાંકૃત્યાયન: “દોહાકોશ', ૧૯૫૭.
D.L.Snellgrove,: “Saraha's Treasury of Songs'. Pp. 224-39 in E.ConZe (ed.) Buddhist Texts through the Ages, 1954
,
છે