________________
શોધ-ખોળની પગદંડી પર
૧૦૦
નીપજે નરથકી કોઈ નોહે દુ:ખી, શત્રુ મારીને સહુ મિત્ર રાખે
રાય ને રંક કોઈ દરે આવે નહીં, ભુવન ૫૨ ભુવન પર છત્ર દાખે. જે ગમે.૩ કાષ્ટની પૂતળી કોટિ લટકા કરે, પ્રકટને માનવી ગ્રહી નચાવે
એમ અખિલ બ્રહ્માંડ વશ છે નાથને, પાપ ને પુન્ય તે નામ કહાવે. જે ગમે. ૪ રતે લતા વૃક્ષ ને ફૂલતાં ફૂલ વિલ, સદાયે જડમિત વ્યર્થ શોચે
જેહને જે સમે જેટલું જ્યાં લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે. જે ગમે. ૫ સમે સંજોગ ગ્રભ જનુની-જઠરા વિખે, તેહના તાપથી નાથ રાખે
બ્રહ્માએ લિખિત તે અધિકન્યૂન નવ કરે, મરને જોશી તે જોશ દાખે. જે ગમે ૬ ગ્રંથ-ગરબડ કરી બખર નાવી ખરી, જેને જેમ ગમે તેમ પૂજે
ધરમ ને શુભ કરમ મંન તું માનજે, સત્ય છે એ મન એમ સૂજે. જે ગમે. ૭ સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે, જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું.૮
પાઠભેદ વિશે નોંધ (સંકલિત પાઠ અનુસાર )
પાઠ પ્રમાણ : કડી ૧,૨,બધી પરંપરામાં છે. કડી ૩, પો.માં નથી. કડી ૪ દે.વાળી પરંપરામાં નથી. કડી ૫ બધી પરંપરામાં છે. કડી ૬ માત્ર પો.માં જ છે. કડી ૭ દે. વાળી પરંપરામાં નથી. કડી ૮ પો. માં નથી. અંત જુદો છે.
પાઠભેદ : (૧) ‘તે તણો'ને બદલે ‘તે ખરું' (પો.) (૨)‘આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે’ને બદલે ‘આપણું ચીંતવ્યું અરથ, આવે નહીં’(પો.). (૩) ‘હું કરું હું કરું’ને બદલે ‘હું કરું તે જ ખરું'(પો). (૪)‘જોગી જોગેશ્વરા’ને બદલે ‘જુગતિ જોગેશ્વરા'(પો.) જે પાઠપરંપરામાં ‘ગ્રંથ ગરબડ કરી’ વાળી કડી છે તેમાં ‘વાત ન કરી ખરી’ને બદલે પો.માં ‘બખર નાવી ખરી’ છે. તે જૂનો પાઠ છે. આ બધાં સ્થાને પો.ના પાઠ વધુ સારા છે. કડી ૪, ૬, ૭ જૂની પરંપરામાં હશે કે પછીથી ઉમેરાઈ હશે તે કહી ન શકાય. (પો.નો પાઠ મુખ્યત્વે હાલની જોડણી અનુસાર આપ્યો છે.)