________________
શોધ-ખોળની પગદંડી પર
૧૦૩
સમરણ કીધું શામળિયાનું, ને ખાખટીએ ખખડાટ. સહદેવને તો સાધ્ય ઘણેરી, ને લીધી પોથી હાથ, સમરણ કીધું શામળિયાનું, ને ફળ થયા છે શાખ. આવ્યા સતી દ્રૌપદી, ને લાંબી કીધી લાજ, કર જોડી ઊભાં રહ્યાં, ને ફળ પાક્યાં સવા લાખ. થાળ ભરી આંબો વેડિયો, ને કરો ઋષિ ફરાળ, હાથનો વેડેલ આંબલો, નાવે મોરે કામ. માતા કુંતાના સત ઘણેરા, ને અલૌકિક અવતાર, પાંડવ જઈને પગે પડ્યા, તો ફળ ખર્યાં હજાર. ઋષિ જમાડીને રાજી કીધા, ને બીડલાં વહેંચ્યાં પાન, સતને કારણે સાંભળે એનાં, સત રાખે ભગવાન.
(૩)
શુભશીલે જે પાંડવકથાના પ્રસંગનો નિર્દેશ આપ્યો છે,તે પરંપરાગત કથાપ્રસંગને આધારે આ લોકગીત કે ધોળ રચાયેલું છે. દુર્વાસાઋષિની કેરીનું ફરાળ કરવાની માગણી (પણ ઘઉં, શાળ વગેરેનો નિર્દેશ છે તેમાં તો ફરાળનો નહીં, પણ પૂરા ભોજનની વાનગીઓનો સંકેત મળે છે !) અને પાંડવપરિવારે એક પછી એક પોતપોતાના સતના પ્રભાવે અને ‘શામળિયાના સ્મરણે’ આંબો ઉગાડીને ઋષિને કરાવેલું ફરાળ કે ભોજન એ ગીતનો વિષય છે. સતને પ્રભાવે આ ચમત્કાર થાય છે એમાં જૂની પરંપરા સચવાઈ છે, પણ તેની સાથે કૃષ્ણ-ભક્તિ પણ એક પ્રભાવક તત્ત્વ તરીકે ભળેલ છે. (દ્રૌપદીનાં ચીર કૃષ્ણે સૂર્યાનો કથાપ્રસંગ સરખાવો, જેના ઉલ્લેખ ઘણાં મધ્યકાલીન પદો અને ભજનોમાં મળે છે). અંતિમ પંક્તિમાં આ ભાવ સ્પષ્ટપણે વ્યકત થયો છે : ‘સતને કારણે સાંભળે એનાં સત રાખે ભગવાન.' પણ શુભશીલવાળા કથાપ્રસંગ અને લોકગીતના કથાપ્રસંગ વચ્ચે બીજા બે મહત્ત્વના ભેદ છે. પહેલામાં માત્ર દ્રૌપદી જ પાંચ વાર સત્યવાદ કરે છે, અને ક્રમેક્રમે આંબો ઊગીને ફળે છે. પણ બીજામાં, પાંચ પાંડવ, દ્રૌપદી અને કુંતા એમ પ્રત્યેક જણ એક પછી એક પોતાના સતનું કૃષ્ણસ્મરણ સાથે આહ્વાન કરીને ઇષ્ટ પરિણામ પ્રાપ્ત કરે છે. બીજું શુભશીલમાં આ પ્રસંગ સ્ત્રીની રૂઢિમાન્ય સ્વભાવગત કુશીલતાના દષ્ટાંત તરીકે આપ્યો છે, જ્યારે લોકગીતમાં ધર્મસંકટ આવી પડે ત્યારે તેમાંથી ઉગારવાની સતની શક્તિ દર્શાવવાનું તાત્પર્ય છે.
-પાંડવ૦ ૬
પાંડવ૦ ૭
પાંડવ૦ ૮
પાંડવ૦ ૯
પાંડવ૦ ૧૦
પાંડવ૦ ૧૧
(૪)
લોકકથાવિદોએ ‘સત્યક્રિયા' (પાલિ ‘સચ્ચકિરિયા'), ‘સત્યાધિષ્ઠાન' કે ‘સત્યવાદ’નો જે રીતે વિશ્વની લોકકથાઓમાં કથાઘટક તરીકે ઉપયોગ થયો છે તેનો