________________
૧૦૪
શોધ-ખોળની પગદંડી પર વ્યાપક અભ્યાસ કર્યો છે. અમુક સત્ય હકીકતનો પ્રકટપણે લોકસમક્ષ ઉગાર કરીને અમુક ઇચ્છા કે ઇષ્ટ પરિણામ ચમત્કારિકપણે સિદ્ધ કરી બતાવવું એ કથાસાહિત્યમાં મળતું સત્યક્રિયાનું સ્વરૂપ છે. જેમ કે આગમાં પડવા છતાં ન બળવું, ચડેલું ઝેર ઊતરી . જવું, મૃતનું સજીવન થવું, ભારે આપત્તિમાંથી ઊગરવું, અસંભવિતનું સંભવિત બનવું વગેરે. બૌદ્ધગ્રંથ “મિલિંદપચ્છ'માં (પૃ.૧૧૯-૧૨૩) મિલિંદરાજાને ભિક્ષુ નાગસેને સચ્ચકિરિયાનો–સત્યના ઉચ્ચારણનો ચમત્કારિક પ્રભાવ અને પ્રતાપ સવિસ્તર સમજાવ્યો છે.
નલોપાખ્યાનમાં સ્વયંવરમાં નળરૂપધારી દેવો વચ્ચે સાચા નળને ઓળખવા માટે, તથા વનમાં વ્યાધના બળાત્કારથી બચવા માટે દમયંતી સત્યક્રિયા પ્રયોજે છે. પરંતુ ઉપર રજૂ કરેલા દ્રૌપદીની સત્યક્રિયાના પ્રસંગને મળતો પ્રસંગ ૪૪મા જાતકમાં છે : પુત્ર યજ્ઞદત્તને સર્પદંશથી ચડેલું વિષ ઉતારવા માટે, ભદંત દ્વિપાયન અને તેમના કુટુંબી ભકત માંડવ્ય અને ગોપા જીવનભર કરેલી આત્મવંચનાનો કડવો એકરારઆલોચના કરીને સત્યક્રિયા કરે છે. દ્વિપાયન પોતે પચાસ વરસથી અનિચ્છાએ બ્રહ્મચર્ય પાળતા હોવાનું પ્રકટ કરે છે, એટલે યજ્ઞદત્તનું છાતીની ઉપરના ભાગનું વિષ જરી ગયું. પછી પિતા યશદત્ત પોતાના સત્યનું બળ અજમાવતાં કહે છે કે હું વરસોથી બ્રાહ્મણો અને શ્રમણોની સેવા અનિચ્છાએ કરતો રહ્યો છું. એટલે પુત્રનું કમર સુધીનું વિષ ધરતીમાં ઊતરી ગયું. છેવટે માતા ગોપા સત્યશ્રાવણા કરતાં કહે છે કે “મને મારો પતિ કાળા નાગ જેટલો અપ્રિય છે, જો કે મેં તેમને આની કદી જાણ થવા દીધી નથી.” એટલે યજ્ઞદત્ત નિર્વિષ થઈને ઊઠ્યો (જુઓ “કમળના તંતુ', પૃ. ૨૭૭-૨૮૪). (૧) માન્ય, આદરણીય આચારનીતિની પોકળતાની - તે પરત્વે પોતાના દંભ અને અપ્રમાણિકતાની ઉઘાડી આત્મઘાતક જાહેરાત, અને (૨) અનેક દ્વારા સત્યક્રિયા કર્યાથી ક્રમશઃ સિદ્ધ થતું અંતિમ પરિણામ – એ બે મુદ્દા અહીં ચર્ચિત દ્રૌપદીકથા અને જાતકકથા વચ્ચે સમાન
* સૌ પ્રથમ બર્લિગેયુગે આની ચર્ચા કરી છે. જુઓ, “ધ એફટ ઓવ ટુથ', જર્નલ ઑવ ધ રોયલ એશિયાટિક સોસાયટી,” જુલાઈ-૧૯૧૭, પૃ.૪૨૯-૪૬૭. તેમાં જાતકકથા અને અન્ય બૌદ્ધ સાહિત્યમાંથી તથા વિશ્વના કથાસાહિત્યમાંથી સત્યક્રિયાના અનેક પ્રસંગો ટાંકેલા છે. પેઝરે, “ઓશન ઑવ સ્ટોરી'માં બર્લિગેયુમના લેખની સામગ્રીનો ઉપયોગ કરીને તેની પૂર્તિ કરી છે. (ગ્રંથ-૧, પૃ. ૧૬૬; ૨, પૃ. ૩૧-૩૩; ૩, પૃ. ૧૭૯-૮૨); ઉપરાંત જુઓ ૧૦માં ગ્રંથમાં સૂચિમાં “ઍફટ ઑવ ટુથ'.