________________
૧૦૨
શોધ-ખોળની પગદંડી પર આ ઉદ્ગારને પ્રભાવે આંબો મોર્યો.
તે પછી દ્રૌપદીએ ઉચ્ચારેલું ચોથું સત્યવચન આ પ્રમાણે હતું. : “વર્ષાઋતુ પ્રાણીઓને વિહ્વળ કરનારી, કષ્ટકર ઋતુ છે, માત્ર તેથી સ્ત્રીઓને પતિ પુરુષ તરીકે વહાલો લાગે છે.”
આ વચનને પ્રભાવે આંબે ફળ બેઠાં.
પછી દ્રોપદીએ પાંચમો શ્લોક ઉચ્ચાર્યો : “અશાડ માસમાં જેમ ગાયો નવા નવા ઘાસનો સ્વાદ લેવાની લાલસાથી અહીં તહીં દોટ દે છે, તેમ પરપુરુષને જોઈને સ્ત્રીની ભોગેચ્છા જાગે છે.'
એ સત્યવચનને પ્રભાવે કેરીઓ પાકી ગઈ. યુધિષ્ઠિરે નિમંત્રિત ઋષિઓને ઈચ્છાભોજન આપ્યું.
(૨)
“ગુજરાતી લોકસાહિત્યમાળા', મણકો ૯, પૃ.૧પથી ર૭ ઉપર “આંબલો રોપ્યો’ એવા મથાળા નીચે, હરીલાલ મોઢા સંપાદિત બરડાપ્રદેશના લોકગીતોમાં જે એક લોકગીત પ્રકાશિત થયેલું છે, તે ગોહીલવાડ પ્રદેશમાં પણ પ્રચલિત રહ્યું છે. મારા દાદીમાને તે કંઠસ્થ હતું. એ બંને પાઠોની વચ્ચે અંતર છે, અને દેખીતાં જ પાઠોમાં ઘણી ગરબડ છે. આંબાના પ્રગટવાનો ક્રમ (થડ, પાન, ડાળ, ફળ, શાખ, અને પાકી કેરી) આડોઅવળો થઈ ગયો છે. વધુ શ્રદ્ધેય પાઠ ન મળે ત્યાં સુધી ઉપર્યુક્ત બંને પાઠપરંપરાને આધારે કામચલાઉ નીચે પ્રમાણે પાઠ રજૂ કરી શકાય :
પાંડવઘેર આંબો રોપ્યો આજ, રાખો લખમીના વર લાજ - ટેક ઘઉં ચણા (દાણા ?) ને ગોટલી, ને ત્રીજી શેકેલ શાળ, પકવી આલો પાંડવ મારે, કરવું છે ફરાળ.
-પાંડવ૦૧ દુર્વાસાઋષિએ ગોટલી મેલી, ને એમાં મેલી ગાર, પકવી આલો પાંડવ મારે કરવું છે ફરાળ (?). -પાંડવ૦૨ ધરમે આંબો રોપિયો, ને ધર્યું હરિનું ધ્યાન સતને જ્યારે શરણે આવ્યા, નીસર્યા રાતાં પાન. -પાંડવ૦૩ ભીમને તો ભાવ ઘણેરો, ને નિત ભજે ભગવાન, સમરણ કીધું શામળિયાનું ચયદશ હાલી ડાળ. -પાંડવ૦૪ અર્જુનને આદર ઘણેરો, ને આંગણે આવ્યા ગોર સમરણ કીધું શામળિયાનું, ને આંબો આવ્યો મોર. પાંડવ૦૫ નિકુળને તો નીમ ઘણેરો, ને નિત ભજે ભગવાન,