________________
શોધ-ખોળની પગદંડી પર
૮૧ વિરહિણી અને વાલમ વચ્ચેના જેવા સંબંધના નિરૂપણની સુફી પરંપરા(A.s. Asani).
નિબંધસંગ્રહનો પહેલો નિબંધ જૈન દાર્શનિક પરંપરામાં જે અંતરાત્માની પ્રત્યક્ષ અનુભૂતિને આધ્યાત્મિક સાધનાનું સર્વોચ્ચ લક્ષ્ય ગણાવતી નૂતન દષ્ટિ વિકસી .અને જે યોગીન્દુદેવની અપભ્રંશ ભાષાની “પરમાત્મપ્રકાશ અને “યોગસાર' જેવી કૃતિઓમાં પ્રતીત થાય છે તેને લગતો છે (F.Hardy : Creative Corruption : Some Comments on Apabhramśa Literature, Particularly Yogindu) 4243 244GİRL CALML અને સાહિત્ય વિશે કેટલુંક પરિચયાત્મક પ્રારંભિક વકતવ્ય આપ્યું છે અને અંતે પ્રકાશિત અપભ્રંશ સાહિત્યની સૂચિ આપી છે. આ બંને બાબતમાં કેટલોક સુધારો અને પૂર્તિ કરવી પડે તેમ છે. યોગીન્દુ અને દોહાપાહુડ' જેવી દિગંબર કૃતિઓને વારસો વજયાનીનાથાયોગી પરંપરાના સરહપાદ, કૃષ્ણપાદ વગેરે તરફથી મળેલો છે. જો કે અપરોક્ષાનુભૂતિ પર ભાર મૂકતી વિચારધારા ઉપનિષદકાળથી ઉપસ્થિત હતી (fપદ્યતે હૃદયથઃ છિદ્યતે સર્વ-સંશયાર ક્ષીયંતે વાસ્થ મffણ તસ્મિન તૂટે પાવરે ) હરિભદ્રસૂરિ હેમચંદ્રાચાર્ય વગેરેના યોગ-નિરૂપણમાં પણ ઉપર્યુકત પ્રભાવ જોઈ શકાય છે.
બીજું, આ પરંપરા ઉત્તરકાલીન સંતભક્ત સાહિત્યની લૌકિક ભકિત-પરંપરાની સરખામણીમાં ઉપરના સ્તરની–કાંઈક અંશે વિદગ્ધ કોટિની–ગણવી પડે. સહજયાની ચયગીતો (ક તમિળ આળવાર-ભક્તોનાં ગીતો) વિશેષ કરીને લોકાભિમુખ, લોકભોગ્ય હતાં એવું લાગે છે.
નિબંધોમાં સાધારણ અભિગમ પૂર્વપરંપરાને વર્તમાન લોકધર્મો અને લોકસંપ્રદાયો સાથે જોડવાનો છે. ભારતના સુદીર્ઘ અને જટિલ સાંસ્કૃતિક ઈતિહાસમાં “સંસ્કૃત” અને “પ્રાકૃત', પૌરાણિક અને વર્તમાન, હિન્દુ અને મુસ્લિમ, લિખિત અને મૌખિક–એ પરંપરાઓ વચ્ચે જે સતત આદાનપ્રદાન, નવીન અર્થઘટન અને રૂપાંતરણ થતાં રહ્યાં છે, તેના બૃહત્ ચિત્રનું નિર્માણ કરવાની દિશામાં, ઉપરનિર્દિષ્ટ છે આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં રજૂ થયેલા નિબંધો દ્વારા ઘણું મહત્ત્વનું કામ થઈ રહ્યું છે.
પરંતુ આ અધ્યયનોમાં એક ઘણું જ મહત્ત્વનું પાસું ઉપેક્ષિત રહ્યું છે. સમગ્ર મધ્યકાળમાં વિવિધ પ્રદેશોમાં પ્રવર્તતી આર્થિક-સામાજિક પરિસ્થિતિને તે તે સમય અને પ્રદેશની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા સાથે જોડવાનું અનિવાર્ય છે. કેવી પરિસ્થિતિમાં, કોણ, કયા વર્ગ માટે ધાર્મિક સાહિત્ય રચતું હતું, રચનાર કયા વર્ગના હતાં, તેમના આશ્રયદાતા-પુરસ્કારક કોણ હતા, આ આસ્થાઓ કઈ જરૂરિયાતની પૂર્તિ કરતી હતી, જડ કર્મકાંડ અને અંદરની આધ્યાત્મિક અનુભૂતિ–એમાંથી કયું પાસું સમયે
સમયે વધતું ઓછું પ્રબળ રહેતું- વગેરે પ્રશ્નોનો પણ ઉંડાણથી વિચાર કરવો અનિવાર્ય | છે. તો જ સાહિત્યિક પાસાને જ સિંહાસનારૂઢ કરવાની એકાંગિતા સુધરી શકે.