________________
મધ્યકાલીન પદો
ગોરખનાથનું એક પદ શુભશીલગણિકૃત “વિક્રમાદિત્યચરિત્ર'માં ગોરખનાથના નામાંકન વાળું એક પદ ઉદ્ભૂત થયું છે (ભાગ ૧, આઠમો સર્ગ, પત્ર ૧૩૪ -૧૩૫ ) તે નીચે પ્રમાણે છે :
પુત્તા ચિત્તા હોઈ અનેરા, નરહ (3) નારિ અનેરી, મોહઈ મોહિલે મૂઢ જંપ, અહિયાં મોરી મોરી-૧ અતિહિ ગહના અતિહિ અપારા, સંસાર-સાયર ખારા, બુઝઉ બુજઝ ગોરખ બોલબ, સારા ધમ્મ વિચારા-૨ કવણહ કેરા તુરંગ હાથી, કવણ કેરી નારી, નરકિહિ જાતા કોઈ ન રાખઇ, હિયડઈ જોઈ વિચારી-૩ ક્રોધ પરિહરિ માન મનન કરિ, માયા લોભ નિવારે, અવાર વાંરી મનિ ન આણે, કેવલ આપુહુ તારે-૪.
આ પદ કાં તો ખરેખર ગોરખનું હોય, અને તેની મૂળભાષા બદલાઈ હોય, અથવા તો કોઈ ઉત્તરકાલીન સંતભક્તનું હોય અને ગોરખને નામે ચડી ગયું હોય. છંદદષ્ટિએ કોઈ કોઈ પંકિત ખામી વાળી છે, એકાદ અક્ષર વધુઘટ્યુ છે અને તેનું કારણ મૂળના પાઠની ભ્રષ્ટતા હોય.
ધાર્મિક-આધ્યાત્મિક ત્રિવેણીની ઝલક
બે મધ્યયુગીન ગુજરાતી વિરલ રચના મધ્યકાલીન ઉપાસના, ભક્તિ અને ધાર્મિક-આધ્યાત્મિક પરંપરામાં કબીર (૧૪૪૦-૧૫૧૮)ના પ્રભાવ નીચેના નિર્ગુણભક્તિના વહેણ ઉપરાંત નાથ-યોગી પરંપરાનો તથા શાક્ત-તાંત્રિક પરંપરાનો પ્રભાવ પણ શૈવ અઘોરપંથી વગેરે ઉપરાંત) ચાલુ હતો, અને તેમાં ઇસ્લામનો, વિશેષે સૂફી પરંપરાનો પ્રભાવ પણ ભળેલો હતો. નીચે આપેલી બે રચનાઓ સ્તુતિ-સ્વરૂપની છે, અને સંભવતઃ સાંસારિક હેતુઓ માટે “મંત્ર' તરીકે પણ વપરાતી હશે. તેમાં જે (૧) ફારસી-અરબી મૂળની ઇસ્લામી પદાવલિનો ઉપયોગ થયો છે, (૨) નિર્ગુણ પરમતત્ત્વનાં લક્ષણોનો જે રીતે નિર્દેશ છે અને (૩) શાક્ત-તાંત્રિક પરંપરાના જે ઉલ્લેખો છે, તે પંદરમી-સોળમી શતાબ્દીના આપણા