________________
પરિશિષ્ટ ગુજરાતમાં કૃષ્ણભક્તિ હમણાં પ્રગટ કરાયેલ જૂની ગુજરાતી કૃતિઓનો પુરાવો
(ફ્રાસ્વાઝ માલિઝો) (પ્રા. માલિઝોએ આ લેખ મધ્યકાલીન ગુજરાતની કૃષ્ણભક્તિના ઇતિહાસની એક આધારભૂત, સંગીન વિચારણા કરી છે.)
વલ્લભાચાર્ય (ઈ.સ. ૧૪૭૩-૧૫૩૦)નું ગુજરાતમાં પહેલું આગમન ઈ.સ. ૧૫૦૦ આસપાસ થયુ હતું. તેમના ઈ.સ. ૧૫૨૮માં થયેલા ત્રીજા અને છેલ્લા આગમન દરમિયાન તેમણે બેટ દ્વારકામાં જગદીશ રણછોડરાયના સ્વરૂપની સ્થાપના કરી. આ વલ્લભસંપ્રદાયની પહેલી હવેલી હતી. તેમના બીજા પુત્ર અને અનુગામી વિઠ્ઠલનાથે (ઈ.સ. ૧૫૧૫-૧૫૬૪) ગુજરાતની અનેક વાર મુલાકાત લઈને પિતાએ આરંભેલા કાર્યને વેગ આપ્યો, અનેક લોકોને પુષ્ટિમાર્ગી બનાવ્યા, જેનો સંપ્રદાયપરંપરામાં તૈયાર થયેલો વૃત્તાંત આપણને “રપર વૈષ્ણવોની વાર્તામાં મળે છે. જે કેટલાક વણિકો પહેલાં જૈન હતા અને ભાટિયા, લોહાણા, મારવાડી, કણબી-પટેલ વગેર દેવીભક્ત હતા તેમણે વલ્લભસંપ્રદાય ઉત્સાહથી સ્વીકાર્યો. ગૃહસ્થ રહી, સાંસારિક પ્રવૃત્તિ કરતાં રહી, પોતાનું જીવન અને સર્વસ્વ કૃષ્ણાર્પણ કરવા સાથે તેનો ઉપભોગ કરી શકાય એવી રહેણીકરણીનો પુષ્ટિમાર્ગમાં જે પ્રબંધ હતો તે પ્રત્યે તેઓ આકર્ષાયા. એ લોકો સાધનસંપન્ન હોવાથી સેવા ના ઠાઠમાઠને આવશ્યક આર્થિક ટેકો સહેજે મળી રહે તેમ હતું. કૃષ્ણ દ્વારા થતી પુષ્ટિથી તેમની ધૂળ લાભ માટેની કામના પણ તૃપ્ત થતી. વળી ગુજરાતના સમાજમાં બ્રાહ્મણોનું ઓછું વર્ચસ હોઈને આ લોકો ઊંચો મોભો ધરાવતા હતા.વલ્લભસંપ્રદાયને પ્રભાવે કણબી-પટેલો શાકાહારી અને શુદ્ધિના આગ્રહી બન્યા તેથી તેમની સામાજિક પ્રતિષ્ઠા વધી. પુષ્ટિમાર્ગીય ધર્માતરનો વેગ સત્તરમી શતાબ્દીથી ઘટ્યો.
પરંતુ થોડાક આચાર્યોએ પોતાના પવિત્ર સ્થાનની મર્યાદા ન જાળવી, તો પણ હવેલીઓની સંખ્યા વધી. આઢારમી સદીમાં પુષ્ટિસંપ્રદાયની સફળતાનું માપ, સમાજસુધારાની ભાવનાથી પ્રેરિત નવા સ્વામીનારાયણ સંપ્રદાયે પુષ્ટિમાર્ગીય સંગઠન અને પૂજાવિધિ અપનાવ્યા તે પરથી મળી રહે છે.
પુષ્ટિમાર્ગના બીજા આચાર્ય વિકૅલનાથે કૃષ્ણ સાથે સ્વામીજીની પૂજા દાખલ કરી, અને વલ્લભાચાર્ય માત્ર જે બાલગોપાલ અને અસુરસંહારક કૃષ્ણને પ્રધાનતા