________________
૨૨
શોધ-ખોળની પગદંડી પર સાંસ્કૃતિક સંદર્ભમાં જે રૂપે રામભદ્રમુનિએ જોઈ તેને તત્કાલીન ભદ્રવર્ગના વિદગ્ધ ભાવકો સમક્ષ, સંસ્કૃત નાટ્યરચનાની પરંપરાને અનુસરીને, જૈન ધર્મનો પ્રભાવ દર્શાવતા ઉપદેશગર્ભિત લોકાતુરંજન માટે નાટ્યરૂપે પ્રસ્તુત કરી. એના છ અંક, પોણા બસો જેટલાં પદ્ય, નૃત્યગીત સાથે રંગમંચ પર ભજવવા માટે છ રાત તો જોઈએ જ. આ સાપના ભારાને બે જ કલાકમાં બાંધવો. ગીતનૃત્યની જૂની પરંપરાના સગડ કયાં મળે? આજના ભાવકપ્રેક્ષકની અભિરુચિને ગણતરીમાં લઈ કેટલુંક નવેસરથી આયોજન કરવું અનિવાર્ય. તો સંસ્કૃત રંગભૂમિની, પરિવેશની, આહાર્ય વગેરેની પણ યથાશક્ય ઝાંખી કરાવવી. ઉચ્ચારની શુદ્ધિ અને સ્વાભાવિકતા જાળવવી. ચક્રાવાના આવા સાતેય કોઠા ગોવર્ધનભાઈના અણથક માર્ગદર્શનથી અને સમભાવીઓના સહયોગથી કલાકારો ભેદી શક્યા એ રંગદેવતાની પણ કૃપા વિના બને ખરું ?
(૪) પણ આ તો ભોજનથાળની વાનીઓ કેવી સામગ્રીથી બની, કોણે બનાવી, તે માટે કેવી તૈયારી કરાઈ એની વાત થઈ. છેવટે તો એના આસ્વાદમાં જ એની સાર્થકતા રહેલી હોય છે. મંચ ઉપર—રંગપીઠ અને મત્તવારણી વાળા ખાસ મંચ ઉપરતમે હટ્ટાકટ્ટા, ચપળ રોહિણેય તરીકે રાજુ બારોટને જુઓ, અન્નપૂર્ણા શુક્લને ન ભૂલી શકાય એવી વામનકા તરીકે જુઓ, ભાર્ગવ ઠક્કર, હરિણાક્ષી દેસાઈ, દીપ્તિ જોશી વગેરે બીજા વીશેક કલાકારોની વિવિધ ભૂમિકાઓ જુઓ, નિસર્ગ ત્રિવેદીના ગીતસંગીત સાથે અનુરૂપ નૃત્યો અને નયનરમ્ય વેશભૂષા અને રંગસજ્જા જુઓ, ત્યારે ગોવર્ધનભાઈની પ્રેરણા અને પુરુષાર્થથી આ રંગકર્મીઓએ એક નૂતન નાટ્યાનુભૂતિ હાથવગી કર્યાની તમને પ્રત્યક્ષ પ્રતીતિ થાય પણ સર્જકતાના આવા ઉન્મેષની
પૃ. ૧૨૭-૧૨૯ ઉપર જિનાગામશ્રવણના ફળના દષ્ટાંત તરીકે રૌહિણેયક આખ્યાન (પ્રાકૃત ભાષામાં) આપ્યું છે. પણ એ આખ્યાન પ્રમ્નસૂરિકૃત મૂલશુદ્ધિપ્રકરણ કે “સ્થાનક' ઉપરની દેવચંદ્રસૂરિએ ૧૦૯૦માં રચેલી વૃત્તિમાં, જિનવચનનું શ્રવણ કરવાના ફળના દૃષ્ટાંત તરીકે જે રૌહિણેયક કથાનક પ્રાકત ગદ્યપદ્યમાં આપેલ છે.(પુ. ૧૩૪-૧૩૯) તેનું જ ઉપજીવી છે. કેટલંક શબ્દશઃ લીધેલ છે, ક્યાંક શબ્દાંતર કરેલ છે, તો ક્યાંક સંક્ષેપ. હેમચંદ્રાચાર્યે (બારમી શતાબ્દીના મધ્યમાં) તેમની ‘યોગશાસ્ત્ર' ઉપરની વૃત્તિમાં સંસ્કૃતમાં રૌહિણેયકથાનક (ચોરી છોડી દીધાથી સ્વર્ગપ્રાથિયાના દષ્ટાંત તરીકે) આપેલ છે (પૃ.૩૧૯-૩૨૮). જંબૂવિજયજીએ તેમના “યોગશાસ્ત્ર' ના સંપાદનમાં સૂચવ્યું છે કે એ કથાનક હેમચંદ્રાચાર્યે લગભગ શબ્દશઃ) ‘ત્રિશિષ્ટિશલકાપુરુષચરિત્ર'માં (દસમું પર્વ, અગ્યારમો સર્ગ) પણ ફરી આપ્યું છે (પૃ. ૩૨૦ ઉપરની ટિપ્પણી). આમ રૌહિણેય ચોરની કથા ૧૧મી-૧૨મી શતાબ્દીમાં ઘણી લોકપ્રિય હતી. પછી પણ તેનાં રૂપાંતરો મળે છે. સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન સદ્ગત સુશીલકુમાર દેએ એવો અભિપ્રાય વ્યક્ત કરેલો છે કે “પ્રબુદ્ધરૌહિણેય' નાટકનું કથાવસ્તુ પાતળું છે અને તે તદન અનાટ્યાત્મક છે. તેમણે માત્ર તે વાંચીને આપેલો આ અભિપ્રાય જે ગોવર્ધનભાઈએ જે પ્રયોગ કર્યો તે જોયો હોત તો મુળમાંથી જ બદલ્યો હોત.