________________
૩૯
શોધ-ખોળની પગદંડી પર
એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન અખા એ તો બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ કયાંની વાત ?
આમ બારસોએક વરસની ધાર્મિક-સાહિત્યિક અતૂટ પરંપરાનાં એંધાણનું આ હજારોમાંનું એક ઉદાહરણ છે.
રાહુલ સાંકૃત્યાયન વડે સંપાદિત “દોહાકોશ" ઈસવા સાતમી શતાબ્દી લગભગ જે તાંત્રિક ચિંતનધારા અને ઉપાસના અગ્રસર થઈ, તેનો પ્રભાવ ક્રમે ક્રમે શૈવ, શાક્ત, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન ધર્મપરંપરાઓ પર પડ્યો. બૌદ્ધ મહાયાન પરંપરામાં આને પરિણામે મંત્રયાન, વજયાન અને સહજયાન એવા સંપ્રદાયો વિકસ્યા. યૌગિક પરંપરાઓમાં થયેલાં પરિવર્તનોનો પ્રભાવ પણ આમાં ભાગ ભજવતો હતો. આમાંથી સિદ્ધયોગીઓની પરંપરાનો ઉદય થયો. પછીથી ૮૪ નાથ-સિદ્ધોની અનુશ્રુતિ સ્થાપિત થઈ. તેનો આરંભ આઠમી શતાબ્દીમાં સરહપાદ, સરોજજ કે રાહુલભદ્રથી થયો. સરહપાદ, કૃષ્ણપાદ, લુઈપાદ વગેરે સિદ્ધોની રચનાઓ અપભ્રંશ ભાષામાં અને ઉત્તરકાલીન દેશભાષામાં મળે છે. તેની પરંપરા બંગાળ, તિબ્બત અને નેપાળમાં શતાબ્દીઓ સુધી ચાલુ રહી.
ઈ.સ. ૧૯૦૭માં મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રીએ નેપાળની દરબાર લાઈબ્રેરીમાંથી એક જૂની હસ્તપ્રત પ્રાપ્ત કરી. ૧૯૧૭માં તેમણે તે “બૌદ્ધ ગાન ઓ દોહા' એવે નામે પ્રકાશિત કરી. તેમાં (૧) “ચર્યાશ્ચર્યવિનિશ્ચય” એવે નામે એક ગીતસંગ્રહ, (૨) સરોજજ તથા કૃષ્ણાચાર્યકત દોહાઓ-એમ બે વિભાગ હતા. શાસ્ત્રીની માન્યતા અનુસાર તેમની ભાષા પ્રાચીન બંગાળી હોવાથી, તેમણે એ પ્રકાશનને હાજાર બછરેર પુરાન બાંગ્લા ભાષાય બૌદ્ધ ગાન ઓ દોહા' એવું નામ આપ્યું. તે પછી “ચર્યચર્યવિનિશ્ચય' ઉપરની એક સંસ્કૃત ટીકાની અને ચર્યાપદોના તિબ્બતી ભાષામાં થયેલા અનુવાદની હસ્તપ્રત પણ નેપાળમાંથી મળી. શાસ્ત્રીની હસ્તપ્રતમાં ૫૦ દોહા અને ૪૬ પૂરી અને અધૂરી ચર્યાગીતિ હતી. પ્રબોધચંદ્ર બાગચીને મળેલ તિબ્બતી અનુવાદની હસ્તપ્રતમાં ૫૧ ચર્ચા હતી. તેમણે પ્રાપ્ત થયેલ એક નવી અને વધારે સારી હસ્તપ્રતને આધારે ઈ.સ. ૧૯૩૮માં જે “દોહાકોશ' પ્રકાશિત કર્યો તેમાં ૧૧૨ દોહા હતા.
૧.
ફા.ગુ.સભા નૈમાસિક, પ૭, ૧, જાન્યુ. માર્ચ, ૧૯૯૨, પૃ. ૬૩-૬૬. પહેલાં એ વકતવ્ય ગુજરાત વિદ્યાપીઠમાં તા.૯-૧૦-૯૧ના રોજ ધર્માનંદ કોસાંબી જન્મસ્મૃતિદિન નિમિત્તે મેં એક વ્યાખ્યાન આપ્યું હતું તેમાં રજૂ કરેલું.