________________
શોધ-ખોળની પગદંડી પર
૨૯
છે). ઘટનાઓને ઐતિહાસિકતા અપાય છે, તેમ જ સામાજિક સ્થાનનિવેશ (આમાંનું પહેલું આજની ઘટનાઓ પરત્વે બને છે : જે કોઈ છે તે હંમેશાં તેવું ન હતું, અને હંમેશાં, તેવું નહી હોય. બીજું પ્રવર્તમાન સમાજવ્યવસ્થા ઉપર વારંવાર પ્રશ્નાર્થ-સૂચક પ્રકાશ ફેંકે છે અને તેને ચર્ચાવિષય બનાવે છે). ઇતરતાની અસર સિદ્ધ કરવી એ એવો કસબ છે જે પાયાના સિદ્ધાંતોથી શીખવવો જોઈએ.
૩. એરિસ્ટોટલની રંગભૂમિથી ભિન્ન પ્રકારની રંગભૂમિ વિશે : અમુક ભાવોનું ઉદબોધન કરવું એ સામાન્યતઃ રંગભૂમિનું લક્ષ્ય હોય છે. રંગભૂમિ તે હેતુથી વાસ્તવના જે અનુકરણોનો ઉપયોગ કરે છે તેમાં, તેના ઉક્ત લક્ષ્યથી વિચલિત થયા વિના, ઘણી માત્રામાં ચોક્કસાઈનો - ‘અશુદ્ધિ’ નો સમાવેશ તે કરી શકે. એ અનુકરણનો કશાક વાસ્તવિક સાથે મેળમિલાપ છે તે તો સહ્રદય ભાવકને એ સાદી હકીકત દ્વારા સૂચવી દેવાય છે કે અભિનેતા એ ઘટનાને ભજવી શકે છે. આવી પ્રતારણામાં તે એ હકીકતને ઉપયોગમાં લે છે કે ગોડિયા અમુક કૂદકો લગાવે છે તેને એ કૂદકો લગાવવો ખરેખર સંભવિત હોવાના પુરાવા તરીકે લઈ શકાય છે. વાસ્તવિક હકીકતમાં વાસ્તવની તદ્ન અચોક્કસ-અશુદ્ધ નકલો પણ સ્વીકાર્ય બની શકે— જો બે જુદીજુદી પદ્ધતિઓને વાપરવામાં આવે; એક, તાદાત્મ્ય સધાય તે માટેની પ્રયુક્તિઓ અને બીજી તાટસ્થ્યઇતરતા (‘એલિએનેક્શન') સધાય તે માટેની પ્રયુકિતઓ.
(૧. ‘બેર્ટોલ્ટ બ્રેન્ટ- જર્નલ્સ : ૧૯૩૪-૧૯૫૫. બીજી ઑગસ્ટ ૧૯૪૦ ની નોંધ પૃ.૮૧-૮૨ ‘મેસિંગકાઉફ સંવાદ' (મેથુઅન વડે ૧૯૬૫માં પ્રકાશિત) એ રંગભૂમિ પરની નૂતન પ્રયોગપદ્ધતિને લગતી ચતુષ્પક્ષી વાતચીતરૂપે બ્રેન્ટ તૈયારી કરી રહ્યા હતા. પણ તે કામ અધૂરું રહ્યું; ૨. ત્રીજી ઓગસ્ટ ૧૯૪૦ની નોંધ પૃ.૮૩-૮૪. ઉપર્યુકત ‘સંવાદો’નું પરિશિષ્ટ; ૩. પહેલી ફેબ્રુઆરી ૧૯૪૧ની નોંધ પૃ. ૧૩૧.) જર્નલ્સ' વિશે બે અભિપ્રાયો
(૧) આપણી શતાબ્દીના એક મહાન લેખકે રાજકારણી વિચારો, ઘરગથ્થુ વિગતો, કલાવિવાદો, કાવ્યો, તસ્વીરો અને અખબારો તથા સામયિકોની કાતરણોનું બનેલું અદ્ભુત કોલાજ— તે નિઃશંક આગામી પેઢી માટે સંકલિત કરેલું છે. બ્રે જે કાંઈ તેણે લખ્યું, જે રીતે લખ્યું, જે કારણે લખ્યું એને લગતી તથા આપણે શા માટે જીવીએ છીએ, કઈ રીતે જીવીએ છીએ, કાવ્યની પ્રકૃતિ કેવી છે, રંગભૂમિનું સ્વરૂપ કેવું છે એને લગતી વિચારણાની એક રીત લેખે રોજનીશીનો ઉપયોગ કર્યો છે. પહેલાં જે કાંઈ પ્રકાશિત થયું છે તેથી વિશેષ આ જર્નલો આપણને બ્રેન્ટની સર્જનપ્રક્રિયાની નિકટ મૂકી આપે છે. નેડ ચેલેટ.