________________
શોધ-ખોળની પગદંડી પર તેનો જોટો મળે તેમ નથી. અને આમાં જૈન લેખકોનો , જૈન મુનિઓનો ફાળો સર્વાધિક છે. અંગ્રેજી પરિભાષા પ્રમાણે કહીએ તો આમાં તેમનો ‘સિંહ-ભાગ છે. ત્રીશથી ચાલીશ જેટલી નાટ્યકૃતિઓ આ ગાળામાં રચાઈ છે અને ભજવાઈ છે. સાહિત્યક્ષેત્રે ગુજરાતના આ અનન્ય યોગદાનનું મૂલ્ય અને મહત્ત્વ અર્વાચીન સમયમાં આપણા તેમ જ બીજા વિદ્વાનોએ બહુ ઓછુ પિછાણ્યું છે એ એક શોચનીય હકીકત છે.
ચન્દ્રલેખાવિજય’ એ પ્રકરણ પ્રકારનું રૂપક છે. તેની એકમાત્ર હસ્તપ્રત જેસલમેરના ભંડારમાં સચવાયેલી છે (જે બીજી પણ છાણીના ભંડારમાં છે તે પાછળના સમયની પ્રતિલિપિ છે). તેમાં કેટલાંક પત્ર ખૂટે છે. “ચંદ્રલેખાવિજય” એક વિદગ્ધ રચના છે. દેવચંદ્રગણિ શાસ્ત્રપારંગત હતા. તે સમયના અનેક લેખકો સાચા અભિમાનથી કહી શકતા :
तर्केष कर्कशधियो वयमेव नान्ये,
काव्येषु कोमलधियो वयमेव नान्ये ।। આવી કૃતિનું એકમાત્ર હસ્તપ્રતને આધારે સંપાદન કરવાનું કાર્ય જટિલ ગણાય. એટલે તો “ચંદ્રલેખવિજયેની વિશેષ જાણકારી ઘણા સમયથી હોવા છતાં તેનું સંપાદનકાર્ય અત્યાર સુધી કોઈએ હાથ ધર્યું ન હતું. આદરણીય પ્રદ્યુમ્નવિજયજીએ આ કામ પાર પાડવા માટે કેટલો સમય, કેટલો પરિશ્રમ લીધો છે તેની માહિતી ભૂમિકામાં આપી જ છે. સંકુલ વસ્તુ, અનેક પાત્રો, સંકુલ સંવિધાન, મંત્રો અને તેમના અર્થઘટનનો ઉપયોગ, ચિત્રકાવ્યની રચના વગેરે સાથે કામ પાડવું એટલે લોઢાના ચણા ચાવવા. પ્રદ્યુમ્નવિજયજીએ એ બરાબર ચાવ્યા હોવાનું પાઠક જોઈ શકશે. અંગ્રેજીમાં કહેવાય છે તેમ તેમણે એક પણ પત્થર ઉથલાવવો બાકી નથી રાખ્યો. તેમણે સંપાદિત કૃતિના વિવિધ પાસાંનો પરિચય કરાવ્યો છે. આપણી એક ઉચ્ચ કક્ષાની નાટ્યકૃતિનો ઉદ્ધાર કરવા માટે સૌ સંસ્કૃત સાહિત્યપ્રેમીઓના તેમને આદરમાન અને ધન્યવાદ ઘટે છે.
| હવે, સંસ્કૃતનાટ્યના નિષ્ણાતો “ચંદ્રલેખાવિજયના વસ્તુસંવિધાનનું રચનાક્ષા આદિ દષ્ટિએ યોગ્ય વિવેચન કરે એવી અપેક્ષા રહે છે.
| ગુજરાતના નાટ્યસાહિત્યના અમૂલ્ય વારસાને જાળવવા અને તેને ફરી ચેતનવંતો કરવા સુઝબૂઝવાળાઓએ જૈન સમાજમાં જાગૃતિ પ્રગટાવવી જોઈએ, અને એ મધ્યકાલીન નાટકો ભજવાઈને આજના સાહિત્યરસિકો સુધી પહોંચાડવા માટે એક માતબર ટ્રસ્ટ રચવું જોઈએ. “સંસ્કૃતરંગમ્ તરફથી મારા મિત્ર ભાઈ ગોવર્ધન પંચાલે
પ્રબુદ્ધરૌહિણેય' ભજવીને- તે માટે ગુજરાતમાંથી કશો પુરસ્કાર ન મળ્યો તો પણ ( ભારે પુરુષાર્થ કરી ભજવીને, એક મંગળ પ્રારંભ કર્યો છે. હવે “ચંદ્રલેખાવિજય