________________
શત્રુ જય વિહાર
પાલીતાણા
તા. ૩૦-૧૨-૧૯૬૭ માનવ રત્નોની ખાણ " હીરાઓ-મણિઓ-માણિજ્ય વગેરે પાર્થિવ રત્નની પાર્થિવ ખાણે હેાય છે. તેમ માનવરત્નને ઉત્પન્ન કરનારા દેશ હોય છે, તેમાં સૌરાષ્ટ્રની ભૂમિએ ઘણું માનવરને વિશ્વને આપ્યા છે તેમજ આપે છે.
ધંધુકામાંથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી, મહુવામાં જગડુશાહ તેમજ વર્તમાનકાલે શાસન સમ્રાટ આચાર્ય વિજયનેમિસૂરિજી આદિ નરરત્ન જે ભૂમિએ આપ્યા છે તે ભૂમિને ઓળખવાની દ્રષ્ટિ આ ગ્રન્થ આપશે! તેમજ સૌરાષ્ટ્રમાં રહેલા પર્વતે શત્રુંજય, ગિરનાર, કદમ્બગિરિજી, તાલધ્વજગિરિ, બરડો વગેરે પર્વતને પરિચય આપી તેમને વાચા આપશે.
સૌરાષ્ટ્રમાં લજજા, મર્યાદા, બુદ્ધિ, સાહસિકતા, શૌર્ય આદિ ગુણોનું વર્ણન ગુણીના વર્ણન દ્વારા કરશે, અને તે ગુણે જે પ્રેરક થશે. એ રીતે આ ગ્રન્થ વાંચવામાં આવશે તો પ્રથકાર નંદલાલભાઈનું સાહસ સાર્થક થયું ગણાશે ને એમ થાય એમ ઈચ્છીએ છીએ અને આશીર્વાદ આપીએ છીએ.
–આ. વિજયઅમૃતસૂરિ
મીનીસ્ટર મવર્નમેન્ટ ઓફ ગૂજરાત
મંત્રીશ્રી–મહેસુલ, કાયદો અને ન્યાયતંત્ર સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી
સચિવાલય, અમદાવાદ-૧૫
ભાઈશ્રી નંદલાલ દેવલુક,
કચ્છ-સૌરાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસ લોકકલા તેમ જ સાહિત્ય વિષયક વિવિધ પાસાઓને આવરી લેતે એક સાંસ્કૃતિક સંદર્ભગ્રંથ તયાર કરીને તમે પ્રગટ કરવા ધારે છે જાણીને આનંદ થયો. ' આ સંદર્ભગ્રંથ કચ્છ સૌરાષ્ટ્રની અસ્મિતાને પરિચાયક બને તેવી અપેક્ષા સાથે તમારા આ કાર્યને મારી શુભેચ્છાઓ પાઠવું છું
આપને પ્રેમજી ભ. ઠક્કર
તા. ૯-૧-૬૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com