________________
( ૨૪ જે વિવિધ ચિત્રો સહ સરલ તાત્પર્ય એ કે પાપથી પાછા હઠવું, વિભાવદશામાંથી સ્વભાવદશામાં આવવું, પરઘરમાંથી સ્વઘરમાં આવવું, અપ્રશસ્ત યોગમાંથી પ્રશસ્ત યોગમાં આવવું, સ્થિર થવું પાપનો પશ્ચાત્તાપ અને ક્ષમાભાવની પ્રાપ્તિ તેનું નામ પ્રતિક્રમણ. આમ પ્રતિક્રમણની વ્યાખ્યાઓ અનેક પ્રકારની છે.
સામાન્ય રીતે મનુષ્ય પાપ ન કરવું જોઈએ અને સંવર-નિર્જરા સાથેની પુણ્ય-શુભ પ્રવૃત્તિમાં રહેવું જોઈએ, છતાં જાણે-અજાણે પાપો થાય છે, પણ તેનાથી મુક્ત થવું હોય તો પાપકર્મ અટકે અને અજાણતાં થયેલાં પાપો માટે દિલગીરી વ્યક્ત કરીએ અને ફરી જાણીને તો ન કરીએ, આ માટે જ આ ક્રિયા છે. ટૂંકમાં જ જો કહેવું હોય તો પાપનો પશ્ચાત્તાપ કરવાની, ભૂલોની ક્ષમા માગવાની ક્રિયા તેનું નામ પ્રતિક્રમણ.
શરીરની શુદ્ધિ જળસ્નાન વગેરેથી થાય છે તેમ આત્માની કે ચિત્તની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય છે. શરીરને પુષ્ટ કરવા, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકની જરૂર છે, તેમ આત્મા-મનને શુદ્ધ કરવા આત્માને ગુણોથી પુષ્ટ કરવા પ્રતિક્રમણની જરૂર છે. આનાથી રાગ-દ્વેષાદિ કષાયોની મંદતા, વાસનાઓનો ઘટાડો અને નિર્મળતા આદિ પ્રાપ્ત થાય છે. કેમકે પ્રતિક્રમણ સૂત્રોમાં દેવગુરુની સ્તુતિ, વંદના, ધ્યાન, શ્રુતજ્ઞાનની સ્તુતિ, ક્ષમાપના આદિની ઉત્તમ અને મંગલકારી અનેક આરાધનાઓ રહેલી છે, જે પૂર્વોક્ત લાભોને અચૂક મેળવી આપે છે. પ્રતિક્રમણ શું રોજે રોજ કરવું જોઈએ?
મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ, કષાયાદિ દોષોના લીધે જાણેઅજાણે પણ જીવની મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓ કે પાપ પ્રવૃત્તિઓ અવિરત ચાલુ છે. ત્યાં સુધી પ્રતિક્રમણ અવશ્ય કરવું જ જોઈએ. જેથી જીવ પાપકર્મ કરતાં અટકે અને થયેલાં દુષ્કતો-પાપો માટે દિલગીરી પેદા થાય, ચિત્તની વિશુદ્ધિ થાય, પુરાણાં કર્મોને ખપાવે અને ચારિત્રગુણની ઉત્તરોત્તર વિશુદ્ધિ થાય.