________________
વિવિધ ચિત્રો સહ સરલ
પ્રતિક્રમણમાં અનિવાર્ય ઉપયોગી સાધનો અને સૂચનો
૩૬
સૂચના :–પ્રતિક્રમણમાં વાપરવાનાં જરૂરી વસ્રો તથા જરૂરી ધર્મસાધનોની વ્યવસ્થા પર્વનું આગમન થતાં પહેલાં જ કરી લેવી જોઈએ. ચિત્તની પ્રસન્નતા અને ભાવોલ્લાસમાં, સાધનોની શુદ્ધિ પણ એક કારણ છે, માટે સાધનો—ઉપકરણો ગંદા, મેલાં ન હોવાં જોઈએ. કટાસણું, મુહપત્તી, ચરવલો વગેરે યથાશક્તિ સારાં, અખંડ અને સ્વચ્છ હોવાં જોઈએ.
આત્મ સાધનામાં ઉપકારી તે ઉપકરણ
ધર્મભાવનાની વૃદ્ધિ કરે તેવાં સાધનોને ઉપકરણ કહેવાય છે. આ ઉપકરણો ધર્મભાવનાનાં પ્રતીકરૂપ ગણાય છે. સંવચ્છરી પ્રતિક્રમણમાં શ્રાવકને ચાર પ્રકારનાં ઉપકરણોની અનિવાર્ય જરૂર પડે છે.
૧. સ્થાપનાજી કે સ્થાપનાચાર્યજી, ૨. કટાસણું, ૩. મુહપત્તી, અને ૪. ચરવળો. આ ચાર વસ્તુઓની પ્રતિક્રમણમાં અવશ્ય જરૂર પડે છે. પુરુષોને ચરવળો ગોળ દાંડીનો વાપરવાનો અને સ્ત્રીઓને ચોરસ દાંડીનો વાપરવાનો છે.
સ્થાપના—નવકાર, પંચિંદિય સૂત્ર જેમાં હોય તે, તે ન હોય તો જૈનધર્મને લગતાં સૂત્રો હોય તેવી અથવા સ્તવનાદિકની ચોપડીની પણ કરી શકાય છે. આ સ્થાપના બાજોઠી ઉપર સાપડો મૂકીને કરવી, તેમ ન બને તો ઊંચી રહે તે રીતે વ્યવસ્થા કરવી.
કટાસણું–કાણાં (વેન્ટીલેશન) વિનાનું, ફાટેલું ન હોય તેવું, સુતરાઉ નહીં પણ ઊનનું હોવું જોઈએ અને સારી રીતે બેસી શકાય તેવા માપનું રાખવું.
મુહપત્તી–સામાન્ય રીતે એક વેંત અને ચાર આંગળની રાખવાની છે,