________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ
૩૭
અથવા મુખ આડે રાખી શકાય તેવી ઉચિત માપની રાખવી, મુહપત્તી સુતરાઉ કાપડની હોવી જોઈએ. મુહપત્તી મેલી, ગંદી ન હોવી જોઈએ, સ્વચ્છ હોવી જોઈએ. આથી ચોરસ કે લંબચોરસ ચાલી શકે છે.
ચરવળો–એ સાધુ મહારાજના ઓઘાની જ નાની આવૃત્તિ છે. આનું બીજું નામ રજોહરણ છે. આ ચરવળો ઊનની દશીનો હોવો જોઈએ. ચરવળો સામાન્ય રીતે ૩૨ અંગુલનો હોવો જોઈએ. એમાં ૮ આંગળ દશીનો ગુચ્છો અને ૨૪ અંગુલની દાંડી એ રીતે ૩૨ અંશુલ સમજવા.
આનો ઉપયોગ શા માટે અને કેમ કરવો?
(૧) ગુરુદેવની ગેરહાજરીમાં સ્થાપનાચાર્યજીને જ ગુરુતુલ્ય કલ્પી ક્રિયાના આદેશો કે જે જે આજ્ઞાઓ લેવાની છે તે તેની પાસેથી જ લેવામાં આવે છે. સ્થાપનાજીની ચોપડી ફાટેલી, બગડેલી ન હોવી જોઈએ. ગુરુદેવની હાજરીમાં ક્રિયા કરવાની હોય તો શ્રાવકોને આ સ્થાપના કરવાની હોતી નથી. બાજોઠ, સાપડો એ સ્વચ્છ અને અખંડ હોવા જોઈએ. બહુમાનપૂર્વક એનો ઉપયોગ કરવો.
(૨) સૂક્ષ્મ જીવોની રક્ષા થઈ શકે માટે કોમળ ઊનનું કટાસણું રાખવું જરૂરી છે. પોતે ધર્મારાધન માટે વ્રતમાં બેઠો છે એવો ખ્યાલ મન ઉપર ટકી રહે અને શારીરિક આદિ સ્વચ્છતા જળવાય એ માટે કટારણું જરૂરી છે.
(૩) મુહપત્તી ઉડતા સૂક્ષ્મ જીવો સૂત્ર બોલતા હોય ત્યારે કે બગાસું ખાતા હોય ત્યારે મુખમાં ચાલ્યા ન જાય અને સૂક્ષ્મ જીવોની રક્ષા થાય એ માટે, તેમજ રજ–ધૂળની પ્રમાર્જના કરી શકાય એ માટે રાખવાની છે.
આ મુહપત્તીનું પચાસ બોલ બોલવાપૂર્વક પડિલેહણ થાય તો મુહપત્તીનો ઉદ્દેશ યથાર્થ રીતે જળવાય. આ માટે મુહપત્તીનાં ચિત્રો અને બોલ પણ આપ્યાં છે તે બધું જાણી લેવું અને શીખી લેવું. ખરી રીતે તો જાણકાર પાસેથી મુહપત્તીનું પડિલેહણ શીખી લેવું જોઈએ.
(૪) ચરવળાનો ઉપયોગ કટાસણું પાથરતાં પહેલાં ભૂમિની પ્રમાર્જના