________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૫૧ )
સામાયિક લીધા બાદ સભાજનોને ઉદ્દેશીને પૂ. મુનિરાજોએ સભાને આપવા માટેનો ખાસ બોધ
अन्यदिने कृतं पापं, पर्वदिने व्रजिष्यति ।
पर्वदिने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥ અર્થાતુ-આ શ્લોક એમ કહે છે કે બીજા દિવસે કરેલાં પાપોને ધોવા માટે જ્ઞાનીઓએ પર્વના દિવસો નિર્માણ કર્યા છે. જો એ દિવસે પણ એનાં એ પાપો (કાપ મૂક્યા વિના) ચાલુ રાખ્યાં તો યાદ રાખજો કે તે પાપો આત્મપ્રદેશો સાથે વજૂલેપ જેવા એવા અભેદ્ય રીતે બંધાશે કે જે ભોગવે જ છૂટકારો કરશે, ચોધાર આંસુએ રોતા પણ નહિ છૂટી શકાય.
મહાનુભાવો! આજે સંવચ્છરીનો મહામંગલકારી, પવિત્ર અને મહાન દિવસ છે. બાર બાર મહિનાનાં પાપોનાં ખાતાં ચૂકતે કરવાનો ઉપકારક પર્વ દિવસ છે. એથી આજનો આપણા સહુનો ઉત્સાહ, ઉલ્લાસ, આનંદ પણ અનેરો છે. આ પર્વની તો દોઢ દોઢ મહિના અગાઉથી જાહેરાતો કરવામાં આવે છે એવો તો એનો મહિમા છે. તમે જાણો છો કે દરેક સ્થળે લાખો જેનો પોતપોતાના સ્થાનમાં આજે ઉત્સાહપૂર્વક પાપના ભારથી હળવા થવા ભેગા થયા હશે.
આ બાર મહિનાના પાપ ત્યારે જ ધોવાય કે જ્યારે સાધુ મહારાજ જે જે સૂત્રોને બોલે તેને તમો કાનથી બરાબર સાંભળો, કદાચ ન સંભળાય તો હાથ જોડી શાંતિ જાળવો. ચરવલો હોય અને શક્તિ હોય તો ઊભા ઊભા ક્રિયા કરો, નહીંતર બેઠા બેઠા કરો, પણ સહુ બે હાથ જોડી, મનને ધર્મધ્યાનમાં રોકીને આરાધના કરો તો બાર મહિના દરમિયાન હિંસા, જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, દોષારોપણ, ચાડીયુગલી, હર્ષ, શોક, પરનિંદા, માયા, મૃષાવાદ અને