Book Title: Samvatsari Pratikraman Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 240
________________ ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ જે ૧૫૭) વૈરાગ્યની સઝાય તન ધન યૌવન કારમુંજી રે, કોના માત ને તાત! કોના મંદિર માળિયાજી, જૈસી સ્વપ્નની વાત; સોભાગી શ્રાવક! સાંભળો ધર્મ સજઝાય. ૧ ફોગટ ફાંફાં મારવાજી, અંતે સગું નહીં કોય; ઘેબર જમાઈ ખાઈ ગયો જી, વણિક ફુટાયો જોય, સોભાગી. ૨ પાપ અઢાર સેવીને જી, લાવે પૈસો રે એક પાપના ભાગી કો નહિજી રે; ખાવાવાળા છે અનેક, સોભાગી. ૩ જીવતાં જશ લીધો નહિ જી રે, મુવા પછી શી વાત; ચાર ઘડીનું ચાંદણુંજી રે, પછી અંધારી રાત. સોભાગી. ૪ ધન્ય તે મોટા શ્રાવકો જી રે, આણંદ ને કામદેવ; ઘરનો બોજો છોડીને જી, વીર પ્રભુની કરે સેવ. સોભાગી. ૫ બાપ દાદા ચાલ્યા ગયાજી રે, પૂરા થયાં નહીં કામ; કરવી દેવાની વેઠડીજી રે, શેખચલ્લી પરિણામ. સોભાગી. ૬ જો સમજે તો શાનમાંજી રે, સદ્ગુરુ આપે છે જ્ઞાન; જો સુખ ચાહો મોક્ષનાંજી રે, ધર્મરત્ન કરો ધ્યાન. સોભાગી. ૭

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244