Book Title: Samvatsari Pratikraman Saral Vidhi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 238
________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૧૫૫ પર્યુષણનું સ્તવન સુણજો સાજન સંત, પજુસણ આવ્યાં રે, તુમે પુન્ય કરો પુન્યવંત, ભવિક મન ભાવ્યાં રે(આંકણી.)વીર જિણેસર અતિ અલવેસર, વહાલા મારા પરમેશ્વર એમ બોલે રે; પર્વમાંહે પશુસણ મોટાં, અવર ન આવે તસ તોલે રે. પશુ. ૧ ચૌપદમાંહે જેમ કેસરી મોટો, વા. ખગમાં ગરૂડને કહીએ રે; નદીમાંહે જેમ ગંગા મોટી, નગમાં મેરૂ લહીએ રે. પજુ. ૨ ભૂપતિમાં ભરતેસર ભાખ્યો, વા. દેવમાંહે સુરઇન્દ્ર રે; તીરથમાં શેત્રુંજો દાખ્યો, ગ્રહ ગણમાં જેમ ચંદ્ર રે. પશુ. ૩ દશેરા દિવાળીને વળી હોળી, વા. અખાત્રીજ દીવાસો રે; બળેવ પ્રમુખ બહુલાં છે બીજાં, પણ નહીં મુક્તિનો વાસો રે. પશુ. ૪ તે માટે તમે અમર પળાવો, વા. અઠ્ઠાઇ મહોત્સવ કીજે રે, અમ તપ અધિકાઈએ કરીને, નરભવ લાહો લીજે રે. પશુ. ૫ ઢોલ દદામા ભેરી નફેરી, વા. કલ્પસૂત્રને જગાવો રે; ઝાંઝરના ઝમકાર કરીને, ગોરીની ટોળી મળી આવો રે. પજુ. ૬ સોના રૂપાને ફુલડે વધાવો, વા. ક્લ્પસૂત્રને પૂજો રે; નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી ધુ્રજો રે. પન્નુ. ૭ એમ અઠ્ઠાઈ મહોત્સવ કરતાં, વા. બહુ જીવ જગ ઉદ્ધરીયા રે; વિબુધવિમળ વર સેવક એહથી, નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ વરિયા રે. પજુસણ. તુમે. વિક. ૮ પર્યુષણની થોય વરસ દિવસમાં અષાડ ચોમાસું, તેહમાં વળી ભાદરવો માસ, આઠ દિવસ અતિ ખાસ; પર્વ પજુસણ કરો ઉલ્લાસ, અઠ્ઠાઈઘરનો કરવો ઉપવાસ, પોસહ લીજે ગુરુ પાસ; વડા કલ્પનો છઠ્ઠ કરીજે, તેહ તણો વખાણ સુણીજે, ચૌદ સુપન વાંચીજે, પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય, વીર જિણેસરરાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર, વીર તણો પરિવાર, ત્રીજ દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વળી નેમિસરનો અવદાત, વળી

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244