________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૧૫૩
હોય તે મને રજા આપો એમ માગણી કરવી તે, વોસિરે ત્યાગ કરું છું, નિસીહિ અન્ય બહારના વ્યાપારનો ત્યાગ કરું છું, પોરિસીમાંહે રાત્રિને પહેલે પહોરે એટલે ત્રણ કલાક સુધી, કાલવેળાએ - નક્કી કરેલા સમયે, અસૂરો લીધો મોડો લીધો, સવેરો પાર્યો વહેલો પાર્યો, અસૂઝતું - ન કલ્પી શકે તેવું, બુદ્ધે - બુદ્ધિથી, ટળી - બીજે કામે ગયા, અસુર- ગોચરી કાળ વીત્યા પછી, સીદાતા - દુઃખી થતાં, ક્ષીણ - દુઃખી, સંલેષણા અનશન, ફેક્યો નહીં – અટકાવ્યો નહીં, લેખા શુદ્ધે - પૂરી ગણતરી પૂર્વક, વીર્ય - આત્મિક શક્તિ, પઈવય - પ્રતિવ્રત, પ્રતિષેધ - નિષિદ્ધ કરેલા, ચિઠ્ઠું - ચાર.
-
-
-
-
-
-
-
અતિચારના શબ્દાર્થ સમાપ્ત
જેની જગ્યા હોય તે મને આજ્ઞા આપે એટલે એ દેવે મને રજા આપી છે અને હું સ્વીકારૂં છું એવું સમજીને પછી સ્થંડિલ-માતરાંનો વિધિ કરવો. આથી માલિક દેવને ક્રોધ થવાનું નિમિત્ત મળશે નહિ અને સાધુ-સાધ્વીજી આ ઉપદ્રવના ત્રાસથી બચી જશે.
બીજી વાત પ્રાસંગિક અનેકોએ અનુભવેલી વાત જણાવું કે વિહારમાં જંગલમાં જૂની કબરો દટાયેલી હોય છે, જે ઉપર ધૂળ-પથરા આદિથી ઢંકાઈ જતી હોવાથી ઉપરથી તે દેખાતી નથી અને એકાએક જંગલ જવા કે પેશાબ જવા માટે બેસી ગયા તો કબરનું પ્રેત ત્રાસ આપ્યા સિવાય રહેતું નથી. એમાંય જો કબર દેખાતી હોય ત્યારે એ કબરથી ૨૫-૩૦ ફૂટ છેટે જંગલ-પેશાબ જવાનું રાખવું. બને તો એથી પણ દૂર જવું, જો ભૂલચૂક થઈ ગઈ તો કરનારાને ભારે હેરાનગતિના ભોગ થવું પડે છે. માટે અણુજાણહ જસ્સુગ્ગહો શબ્દનો વિવેક રાખીને જવું. સ્થંડિલ-માતરૂં ગયા પછી એ ચીજ તમારી રહી નથી એટલે ત્રણવા૨ વોસિરે વોસિરે કહેવાનું પણ ભૂલવું નહિ અને એ દેવ-દેવીની મનોમન ક્ષમા માંગી લેવી.