________________
(૫)
સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૧૪૧ ) ) હાથમાં રહેલા છેડાને જમણા હાથે પકડો એટલે જેવી નં. ૧ વખતે સવળી મુહપત્તિી હતી તેવી સવળી થઈ જશે. પછી જમણો હાથ જરા ઉંચો કરી જમણા છેડાને ત્રણવાર ખંખેરો અને ખંખેરતાં કામ રાગ, સ્નેહ રાગ, દૃષ્ટિ રાગ પરિહરું બોલો. પછી જમણા હાથના છેડાને પકડી ડાબા હાથ ઉપર એવી રીતે નાંખો કે મુહપત્તિી ડાબા હાથને ઢાંકી દે, પછી જમણા હાથથી મુહપતીને ડાબા હાથ ઉપરથી બહાર ખેંચો અને ડાબો હાથ બહાર કાઢો અને સાથે સાથે અડધી વાળેલી મુહપત્તીના બે છેડાને બે હાથથી પકડી રાખો. પછી જમણા હાથની ટચલી અને અનામિકા વચ્ચે મુહપત્તીને ભરાવો, ટચલી અંદરના ભાગે રહે, તેની જોડેની અનામિકા એ ઉપરના ભાગે રહે, અંગૂઠો અંદરના ભાગે જ ટચલી આંગળીની બાજુમાં રહે અને બાકીની બે આંગળીઓ મધ્યમા અને તર્જની ઉપરના ભાગે અનામિકાની બાજુમાં રહે. આ રીતે રહયા પછી આંગળીઓ દ્વારા મુહપત્તીની કરચલી પાડો એટલે ચાર આંગળાના ત્રણ આંતરામાં મુહપત્તીને ભરાવો. તે કર્યા બાદ ડાબા હાથની હથેળીને મુહપત્તી સ્પર્શે એ રીતે ત્રણ ટપે (એક આંગળીઓ ઉપર, બીજી હથેલી ઉપર અને ત્રીજી કાંડા ઉપર) કાંડા સુધી પોતાના તરફ લઈ જાવ, અને લઈ જતી વખતે ત્રણ ટપ્પા અનુક્રમે
સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું, એમ બોલો. હવે ઉલટી રીતે એટલે કાંડાથી આંગળીઓના ટેરવા સુધી ત્રણ ટપ્પ પ્રમાર્જના કરતા હોય તેવો ભાવ વ્યક્ત કરવા મુહપતી હાથને અડાડતા જવું અને પ્રથમની જેમ દરેક ટપ્પ અનુક્રમે
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું, બોલવું.