________________
( ૧૫૦ જે વિવિધ ચિત્રો સહ સરલ) )
સવિહુ - સર્વને પણ, ફૂડો - ખોટો, વસતિ - ઉપાશ્રયને ફરતી જગ્યા, અણપવેસે - યોગોદ્રહનાદિ ક્રિયા વડે સિદ્ધાંત ભણવામાં પ્રવેશ કર્યા વિના, અણઉદ્ધર્યો - કાઢ્યા વિના, પાટી - પોથીને વીંટવાની સુતરની પટ્ટી અથવા પોથીને બે બાજુ રાખવાનાં લાકડાંનાં પાટીયાં, પોથી - હાથનું લખેલું પુસ્તક, ઇવણી - સ્થાપનાચાર્યજી, કવલી - વાંસની સળીઓનું બનેલું અને પોથીના રક્ષણ માટે વીંટવાનું સાધન જે ભેજ અને ધૂળથી રક્ષણ કરે છે, દસ્તરી - દફતર, છુટા કાગળ રાખવા માટે સાધુઓ દ્વારા હાથથી બનાવવામાં આવતું પૂંઠાનું સાધન, વહી - કોરી ચોપડી કે ચોપડો,
ઓલિયાં – લખેલા કાગળનાં કે કપડાનું ટીપણું - વીંટા, જૂના વખતમાં જયોતિષીઓ પંચાંગરૂપે રાખતાં હતાં, કહે - પાસે, નિહાર - મલ વિસર્જન, પ્રજ્ઞાપરાધે - ઓછી સમજણને લીધે, વિણાશ્યો - નાશ કર્યો, ઉવેખ્યો – ઉપેક્ષા કરી, અન્યથા - સૂત્ર વિરુદ્ધ, અનુપબૃહણા - ગુણની પ્રશંસા ન કરવી તે, અધોતી - ધોતિયા વિના, બિંબ - જિન પ્રતિમાને, વાસકુંપી - વાસક્ષેપ રાખવાનું પાત્ર, કેલિ - ક્રિીડા, નિવેદિયાં - નૈવેદ્ય, ઠવણાયરિય - સ્થાપનાચાર્ય, પડિવર્યુ - અંગીકાર કર્યું, ઈર્યાસમિતિ -
૧. પ્રથમ દષ્ટિએ આ શબ્દમાં ભ્રમ ઊભો થાય તેવો છે. સવિહુમાં બે શબ્દ સમજાય પણ સવિહુ એ એક જ શબ્દ સમજવાનો છે. સવિ એટલે બધું અને હુ એટલે પોતે પણ એવું નથી. જૂની ગુજરાતીનો શબ્દ છે એટલે સવિહુસર્વને પણ એટલે કે હુનો અર્થ પણ લેવાનો છે.
૨. અત્યારે જેને બોર્ડ કહીએ છીએ, ગુજરાતીમાં પૂંઠા કહીએ, તે પરદેશથી આવતા મશીનો દ્વારા તૈયાર થવા માંડ્યા પણ આજથી સો વર્ષ પહેલાં આ મશીનો અને બોર્ડ પણ નહોતા ત્યારે સાધુઓ જૂના કાગળો લઈને એક ઉપર એક કાગળને લહી વગેરેથી ચોંટાડતા અને એવું જાડું પૂંઠું જોઈતું હોય તે પ્રમાણમાં કાગળો મૂકી થર જમાવતા. પછી તેને સૂકવવામાં આવતાં. તે કડક થતાં કાતરથી સરખી રીતે કાપીને પછી તેના ઉપર સુંદર કાગળ કે કપડું લગાવીને પોથીના પૂંઠા તરીકે ઉપયોગમાં લેતા હતા.
-
- -
-
-
-
-
-
-
-
-
- -
- -