________________
( ૧૪૮ $ વિવિધ ચિત્રો સહ સરલ )
તે વીતેલા યુગની છે. વિજ્ઞાનના આ નવા યુગમાં પાપ-દોષો બાંધવાનાં અનેક નવાં કારણો ઊભાં થયાં, અને તેનું રોજ સેવન થતું હોય છે પણ એ બાબતો આ અતિચારમાં જરાપણ નથી. આજથી ૪૦-૫૦ વરસથી લોકો જૂના નવાનો સુમેળ કરી નવા અતિચારો રચવા મને સૂચનો કરતાં રહ્યા છે. આજે ટી. વી., રેડિયો, સીનેમા, હોટલ, વ્યાપારો, કારખાનાં, પ્લેન, રેલ્વે મુસાફરી વગેરે ઘણું ઘણું બધું નવું નોંધી શકાય. ૫૦ વર્ષ પહેલાં શ્રી કુંવરજીભાઈએ નવા અતિચાર જૈનધર્મ પ્રકાશ માસિકમાં પ્રગટ કર્યા હતા એવો આછો ખ્યાલ છે. મહાવીર વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે તો નવી રીતે જ અતિચાર છપાવ્યા હતા. આ અંગે અગ્રણીઓએ વિચારવું જરૂરી છે, એમાં કોઈ બીજો બાધ નથી. આ અંગે વધુ લખવાનું આ સ્થાન નથી. ભૂમિકા પૂરી કરીને હવે જરૂરી બાબત જણાવું.
હવે મુદ્દાની વાત જોઈએ આ અતિચારમાં જૂના વખતમાં જૂની ગુજરાતીમાં પ્રસંગ માટે વપરાતા શબ્દોનો ઉપયોગ થયો છે. જો કે અત્યારે એમાંની કેટલીક વસ્તુઓ વપરાશમાં રહી નથી એટલે તેનાં નામો પણ લુપ્તપ્રાયઃ થઈ ગયાં છે, એટલે અતિચારમાં આવતા શબ્દો શું અર્થોને કહે છે અથવા કઈ વસ્તુને કહે છે તે વિદ્વાનોને પણ જલદી ન સમજાય. અત્યંત જરૂરી અજાણ્યા શબ્દોના થોડાંક અર્થ આ પુસ્તિકામાં આપવા એ અતિ જરૂરી સમજીને આપ્યા છે.
આ અતિચારમાં કેટલાક શબ્દો એવા છે કે જેનો અર્થ સમજાવવો વિદ્વાનો માટે પણ મુશ્કેલ છે છતાં તેના અર્થ સમજાય તેવા હતા તેવા શબ્દોમાંથી જરૂરી શબ્દોના જ અર્થ મર્યાદિત પ્રમાણમાં આપ્યા છે. પણ આ શબ્દોના અર્થ જોવાનું ભાગ્યેજ કોઈને મન થાય. હજુ અતિચારના બધા આલાવાના સંપૂર્ણ અર્થ જો આપવામાં આવે તો લોકો સારા