________________
સંવછરી પ્રતિક્રમણ વિધિ ૪ ૧૪૭
અતિચારમાં આવતા કેટલાક અપ્રચલિત,
જરૂરી શબ્દોના અર્થો
ભૂમિકા–જે આત્માઓને શીઘ આત્મકલ્યાણ કરવું છે, મોક્ષ તરફ કૂચ કરવી છે તેવા આત્માઓને હંમેશા કર્મનો ક્ષય વધુમાં વધુ અને જલદીમાં જલદી કેમ થાય એની જ ખેવના હોય છે. એ કર્મના ક્ષય માટે હંમેશા પોતાનો આત્મા રોજેરોજ સાવધ વ્યાપાર કરીને અને નિવૃત્તિપ્રવૃત્તિ કરવામાં ક્યા ક્યા દોષો–અતિચારો લાગે છે તેની હંમેશા ગવેષણા કરતા હોય છે. એ દોષો ધ્યાન ઉપર આવતા જાય તેમ મિચ્છામિ દુક્કડ દ્વારા પ્રાયશ્ચિત પણ કરતા રહે છે. આ તો વ્યક્તિગત અને વિશિષ્ટ આત્મા માટેની વાત છે પણ સામાન્ય જનતા આ બધી વસ્તુ સમજતી હોતી નથી. ધર્મ ક્રિયા શું વસ્તુ છે તેનો વિશેષ ખ્યાલ નથી હોતો એટલે તે વ્યક્તિઓ માટે શાસ્ત્રકારોએ પોતે સંસારી જીવો ઘર, સંસાર, દુકાન, વગેરેને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં કયાં કયાં, કેવાં કેવાં દોષો- પાપો બાંધે છે તેની સમજ આપવા માટે “અતિચાર'નો પાઠ બનાવીને મહિનામાં બે વખત આ પાઠ પ્રતિક્રમણની ક્રિયા વખતે બોલવો એમ નક્કી કરી પાક્ષિક, ચૌમાસી અને સંવત્સરીની વિધિમાં દાખલ કરી દીધો. આ પાઠ એક જણ બોલે છે અને બાકીના સાંભળે છે. પણ ખેદની વાત એ છે કે ઘણાં જીવો અર્થ સમજાય નહીં, અને થાક્યા પાક્યા હોય એટલે અતિચારના પાઠને ધ્યાન દઈને સાંભળતા જ નથી. ઘણાં તો આરામ માટેની રિસેસ સમજે છે, ઉપેક્ષાભાવ સેવે છે. પણ તેથી અવિધિ-અવગણનાના દોષો લાગે છે, માટે છેવટે હાથ જોડીને અતિચાર સાંભળવા.
આ અતિચારમાં ગૃહસ્થાશ્રમની જે જે પ્રવૃત્તિઓની નોંધ લીધી છે