________________
૧૪૪ વિવિધ ચિત્રો સહ સરલ
પૂર્વોક્ત રીતે પ્રમાર્જના કરતાં બોલો કે– વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણા કરું.
નોંધ : ૨૦- ૨૧ નંબરની પડિલેહણા મુહપત્તીથી પણ કરવામાં આવે છે. સાધ્વીજીની ૧૮ અને શ્રાવિકાઓની ૧૫ પડિલેહણા હોય છે.
*
*
*
પૂ. મુનિરાજ સાથે પ્રતિક્રમણ થતું હોય ત્યારે મુનિરાજોને શ્રીસંઘ સહિત ખામવાનાં ચાર ખામણાં
સૂચના- આ પુસ્તકમાં આ ‘ખામણાં’ આપવાની જરૂર ન હતી, પણ ક્યારેક નવદીક્ષિત મુનિરાજને શ્રીસંઘને પ્રતિક્રમણ કરાવવાનું હોય ત્યારે તેઓને આની જરૂરિયાત અવશ્ય પડે છે તેથી અહીં આપ્યાં છે. આ ખામણાંનો વિધિ બીજી વખતના ‘વંદિત્તુ’સૂત્ર પછી ‘સમાપ્તખામણાં’નો વિધિ થયા બાદ તરત જ આવે છે.
સૂચના... ગુરુદેવ ચાર વખત ખામણાં ખામે ત્યારે ગુરુ કે વડીલે સભાને સૂચના કરવી કે મહાનુભાવો! ખમાસમણું સહુએ સાથે બોલીને દેવાનું છે અને અન્તનો શબ્દ “મત્થએણ વંદામિ’ અને ‘મિચ્છામિ દુક્કડં’ આ બે શબ્દો સહુએ ઉદાત્તનાદે એટલે કે મોટા અવાજે એક સરખી રીતે બોલવાના છે. આમ કરવાથી ઊંઘણસીની ઊંઘ ઉડી જશે, જાગૃતિ આવશે અને સહુને આનંદ થશે.
ચાર ખામણાંની ક્રિયા
પ્રથમ ખમાસમણું દેવું. ઇચ્છામિ ખમાસમણો વંદિઉં૦ અહીંયા પ્રથમ આદેશ માગવો
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી ખામણાં ખામું?
પછી શિષ્ય સલસંઘ સાથે ખમાસમણું દઈ એ જ આદેશ માગે. ગુરુ ‘ખામેહ' કહે એટલે શિષ્ય ઇચ્છું' બોલે.
*******