________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ × ૧૪૩
બંને બાજુએ પ્રમાર્જના કરો અને મનમાં બોલો કે– ભય, શોક, દુર્ગંછા પરિહરું,
(૧૫) પછી મુહપત્તીને આંતરામાંથી કાઢી લઈ બેવડીને બેવડી જ બંને છેડાને બંને હાથથી પકડી રાખી, માથા ઉપર, વચ્ચે અને પછી ક્રમશઃ જમણી અને ડાબી બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલો કે
કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા પરિહરું,
(૧૬) પછી એ જ મુહપત્તી મુખ પાસે લાવો, વચ્ચે અને જમણી, ડાબી બંને બાજુએ પ્રમાર્જના કરો અને બોલો કે
રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું,
(૧૭) પછી મુહપત્તીને છાતી ઉપર લાવી, વચ્ચે અને બંને બાજુએ ત્રણ વાર પ્રમાર્જના કરો અને બોલો કે–
માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું,
(૧૮) હવે મુહપત્તીથી જમણા ખભાને પ્રમાર્જતા બોલો કે
ક્રોધ, માન પરિહરું,
(૧૯) અને એ જ પ્રમાણે ડાબા ખભાને પ્રમાર્જતા બોલો કે માયા, લોભ પરિહરું,
(૨૦) પછી જમણા પગની જંઘા અને આજુબાજુના ભાગ ઉપર ચરવળાથી આજુબાજુએ પ્રમાર્જના કરતાં બોલો કે
પૃથ્વીકાય, અકાય, તેઉકાયની રક્ષા કરું,
(૨૧) પછી ડાબા પગની જંઘા, પગ અને તેના આજુબાજુના ભાગની