________________
)
( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૯) ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી.
પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાં રાતના પચ્ચખાણ કરવાનું હોય છે. એથી કરીને અહીં “પચ્ચકખાણ આવશ્યક' કરી લેવામાં આવે છે. પચ્ચખાણો નીચે મુજબ છે.
| સૂર્યાસ્ત પછી કરવાનાં પચ્ચખાણો | સામાન્ય સૂચના–નાની કે મોટી એટલે બિયાસણું એકાસણું, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે કોઈપણ પ્રકારની તપશ્ચર્યા કરનારાઓ માટે નીચેનાં બે પચ્ચખાણો બે હાથ જોડી કરવાનાં હોય છે. ગુરુદેવ હોય તો તેમની પાસે જ કરે, નહીંતર વડીલ પાસે કરવું, છેવટે પોતે પાઠ બોલીને કરી લેવું.
અનાજ અને પાણી વગેરેના સંપૂર્ણ ત્યાગવાળો “ચઉવિહાર ઉપવાસ કર્યો હોય તો “સૂરે ઉગ્ગએ ચઉવિહાર'થી ઓળખાતું નીચેનું પચ્ચકખાણ
કરવું
સૂરે ઉગ્ગએ “ચઉવિહાર ઉપવાસના
પચ્ચખાણનો પાઠ સૂરે ઉગ્ગએ અબ્બત્તä પચ્ચક્ખાઈ,
૧, “ચઉવિહાર” આ પ્રાકૃત શબ્દનું સંસ્કૃત “ચતુર્વિધ આહાર' થાય અને તેનું ગુજરાતી રૂપ ચાર પ્રકારનો આહાર' થાય. એ ચાર પ્રકારના આહારનો જેમાં ત્યાગ સૂચિત થતો હોય તે પાઠને, કે તે વ્રતને ચઉવિહાર ઉપવાસ કહેવાય છે. ચાર પ્રકારનો આહાર કયો? ૧. અશનકતમામ પ્રકારના ભોજનના પદાર્થો, ૨. પાણી=પાણીથી તમામ પ્રકારના પેય-પ્રવાહી દ્રવ્યો, ૩. ખાદિમતમામ પ્રકારના બદામ વગેરે સૂકા મેવાઓ, ૪. સ્વાદિમ= એલાયચી, લવિંગ આદિ મુખવાસની ચીજો. પ્રાય: વિશ્વના ખાદ્ય-પેયાદિ તમામ પદાર્થોનો ઉક્ત ચારે જાતોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ જજ જ જા જા જા જા જા - - - - - -