________________
( જે વિવિધ ચિત્રો સહ સરલ) છે. દેવસિક પ્રતિક્રમણની ક્રિયા તો નિત્ય નિયમાનુસાર સાથે થવી જ જોઈએ.
એટલે અહીંયા અત્યાર સુધી દૈવસિક (દિવસ સંબંધી) પ્રતિક્રમણની ક્રિયા સહુએ કરી અને હજુ એ ક્રિયા બાકી રહી છે, જે આગળ ઉપર શરૂ થવાની છે. એ દરમિયાન વચગાળામાં, દેવસીની ક્રિયા મુલતવી રાખીને સંવર્ચ્યુરી પ્રતિક્રમણની ક્રિયા કરી લેવાની છે. તેથી બાર મહિનામાં આડાંઅવળાં, અનેક જાતનાં લાગેલાં પાપોનો ક્ષય કરવા અને આત્મિક શુદ્ધિ મેળવવા અહીંથી આ ક્રિયાનો પ્રારંભ થાય છે.
આમ તો આ મહાન દિવસે પ્રારંભથી જ છીંકનો ઉપયોગ રાખવાનો છે. પણ સંવચ્છરી પ્રતિક્રમણમાં ખાસ ધ્યાન રાખવું, કેમકે આ દિવસની છીંક સહુને માટે જોખમરૂપ બનતી હોય છે.
(હવે અહીંથી સંવચ્છરી પ્રતિક્રમણ શરૂ થાય છે. ૦)
ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું. ગુરુમહારાજ કે વડીલ ખમાસમણું આપીને નીચે મુજબ અનુજ્ઞા માગીને સંવચ્છરી મુહપતીનું પડિલેહણ કરે છે
દેવસિએ આલોઈઅ પડિઝંતા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી મુહપત્તી પડિલેહું? કહીને ઇચ્છ, બોલવું. પછી અંગો પૂંજીને, ઉભડક બેસીને, બે હાથ બે ઘુંટણ વચ્ચે રાખી, અગાઉની જેમ મુહપતીનું પડિલેહણ કરવું. તે કર્યા બાદ બે વખત “વાંદણાં લેવાં. રાહ જ જાનકી ના જાત-જાતના જ જતા ન જ જ કાર જ ન